વલસાડ, વધતા જતા કોરોના ને ધ્યાને લઇ ભાજપ સરકરે મારુગામ કોરોનામુક્ત ગામ અંતર્ગત અભિયાન ચલાવ્યું છે આ અભિયાન હેઠળ ગામ ના સરપંચ તલાટી સાહિત અન્ય રાજકીય આગેવાનો એ કોવિડ દરદીઓ માટે ગામ માં આઇસોલેસન વોર્ડ બનાવી દરદીઓ ને મદદ કરવા સરકાર દ્વારા આદેશ આપવા માં આવ્યો છે આદેશ પ્રમાણે વલસાડ જિલ્લા ના ૪૦૯ ગામો ની સ્કૂલો માં ૫ થી લઈ ૨૦બેડ સુધી નો આઇસોલેસન વોર્ડ શરૂ કરવા માં આવ્યા છે.પરંતુ ગામડાઓ માં શરૂ કરવા માં આવેલ આઇસોલેસન વોર્ડ માં દરદીઓ દાખલ થતાં જ નથી વોર્ડ માં સેવા કર્મીઓ નથી સરપંચો ,તલાટીઓ કે અન્ય રાજકીય આગેવાનો અદ્રશ્ય થયા છે ધરમપુર અને કપરાડા તાલુકા માં તાપસ કરવા માં આવે તો મારુગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ ગામો ની સ્કૂલો માં શરૂ કરવા માં આવેલ આઇસોલેસન વોર્ડ ખાલીખમ પડ્યા છે સરપંચ તલાટી કે અન્ય રાજકીય આગેવાનો ગામ ના કોવિડ દરદીઓ ની ખબર અંતર પણ લેતા નથી. બીજી બાજુ સરકાર આ અભિયાન હેઠળ કોરોના ની ચેન તોડવાનો દાવો કરી રહી છે. ગામડાઓ માં ઉભેલા આઇસોલેસન વોર્ડ માં સેવા કરવા માટે કર્મચારીઓ ન હોવા થી રાજકીય આગેવાનો રિસ્ક લેવા માંગતા નથી.

      એક તરફ કોરોના ની ભયંકર મહામારી ની અગ્નિ માં વલસાડ જિલ્લા ના સૈકડો દરદીઓ હોમાઈ રહ્યા છે હોસ્પિટલો પાસે પૂરતું ઓક્સિજન નથી ઓક્સિજન લેવલ ઘટી ગયેલ દરદીઓ ને . સરકાર દરદીઓ માટે યોગ્ય દવા ,રેમડીસીવીર ઈન્જેકશન, ઓક્સિજન સિલિન્ડર ,ની પૂરતી વ્યવસ્થા કરી શકી નથી આરોગ્ય વિભાગ મૃતકો ની સંખ્યા છુપાવવા નો ખેલ રમી રહ્યું છે દરદીઓ માટે હોસ્પિટલો માં યોગ્ય સુવિધા પુરી ન પાડવા માં નિસફળ ગયેલ સરકાર કોરોના ની ચેન તોડવા માટે મારુ ગામ કોરોના મુક્ત ગામ નો અભિયાન શરૂ કરી લોકો ને બચાવવાનો પ્રયાસ કરી રહી છે