મરાઠી એક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું કાર અકસ્માતમાં મોત
22, સપ્ટેમ્બર 2021

દિલ્હી-

મરાઠી અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેની ઉંમર ૨૫ વર્ષ હતી. તે ટુંક સમયમાં સુનિલ ચૌથમલ સાથે ફિલ્મ પ્રેમાચે સાઈડ ઈફેક્ટથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની હતી. અભિનેતા અભિનય બેરડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઈશ્વરીના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, જ્યારે આ બન્ને મિત્રો કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ખાડીમાં પડી ગઈ. કાર સેન્ટ્રલ લોક હોવાને કારણે તેઓ બહાર નહોતા આવી શક્યા અને ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થયું.

અંજુના પોલીસ સ્ટેશનના ઈન ચાર્જ ઈન્સ્પેક્ટર સુરજ જણાવે છે કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે ડ્રાઈવરે કાર પરથી કંટ્રોલ ગુમાવી દીધો હોવાને કારણે આ દુર્ઘટના બની છે. કંટ્રોલ ગુમાવી દેવાને કારણે કાર કોરિડોર ક્રોસ કરી ગઈ અને નજીકમાં એક ખાડીમાં પડી ગઈ. સવારે લગભગ ૭ વાગ્યે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી. તેમણે કારને બહાર નીકાળી અને બન્નેના મૃતદેહને પણ બહાર નીકાળવામાં આવ્યા.મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું ગોવામાં એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. અમારા સહયોગી ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા અથવા રટ્ઠઙ્ઘકટ્ઠઙ્ઘી નામના વિસ્તારમાં થયું છે. ઈશ્વરી દેશપાંડેની સાથે કારમાં તેના મિત્ર શુભમ દેડગે પણ હાજર હતા. ઘટનાસ્થળ પર જ તેમણે જીવ ગુમાવી દીધો. રિપોર્ટ અનુસાર, ઈશ્વરી દેશપાંડેની કાર બાગા ક્રીકના ઊંડા પાણીમાં ડૂબી ગઈ. પોલીસને પાણીમાં ડૂબેલી કારમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા. પ્રાથમિક જાણકારી અનુસાર, જે કારથી ઈશ્વરી પાંડે અને શુભમ જઈ રહ્યા હતા તેની સ્પીડ ઘણી વધારે હતી. જાે કે હજી સુધી જાણવા નથી મળ્યું કે કાર કોણ ચલાવી રહ્યુ હતું. એવી અટકળો ચાલી રહી હતી કે ઈશ્વરી દેશપાંડે અને શુભમ આવતા મહિને સગાઈ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈશ્વરી અને શુભમ બાળપણના મિત્રો છે. ૧૫મી સપ્ટેમ્બરના રોજ બન્ને ગોવા આવ્યા હતા. રિપોર્ટ્‌સ અનુસાર, થોડા દિવસો પહેલા જ ઈશ્વરી અને શુભમે પોતાના મરાઠી અને હિન્દી પ્રોજેક્ટ્‌સ માટે શૂટિંગ સમાપ્ત કર્યુ હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution