વેરાવળ ચોપાટી ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા મેરેથોન કે કોરોના દોડ?
10, જાન્યુઆરી 2022

વેરાવળ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિને જાેતા પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે, તેમજ અનેક મોટા સરકારી કાર્યક્રમો પણ રદ કરાયા છે. આવામાં નેતાઓ કેમ સુધરતા નથી. હજી પણ નેતાઓ જનમેદની એકઠી કરીને લોકોનો જીવ જાેખમમાં મૂકી રહ્યાં છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાની દોડનો વીડિયો સામે આવ્યો છે. વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં હજારો લોકો જાેડાયા હતા. પરંતુ નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. હકીકત તો એ છે કે, સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. જેમાં હજારો સંખ્યામાં સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો.એક તરફ રાજ્યમાં કોરોનાના દૈનિક ૫ હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેવામાં આવા દ્રશ્યોને લીધે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ દોડમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકો જાેડાયા હતા. હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો આ દોડમાં જાેડાયા હતા. જેમનું સ્વાસ્થય જાેખમમાં મૂકાયુ હતું. ખુદ સાંસદ નિયમોના ધજાગરા ઉડતા પોતાની આંખે જાેતા રહ્યા, પણ તેમણે કોઈ પગલા ન લીધા. નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા.  વેરાવળ ખાતે યોજાયેલા મેરેથોન બાદ શરૂ થયેલ વિવાદ બાદ પણ વેરાવળ ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં સ્પર્ધકો અને આયોજકોનું સેલિબ્રેશન ચાલુ રહ્યુ હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ચારેતરફ ઉડતા જાેવા મળ્યાં.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution