વડોદરા, તા.૧૩

શહેર નજીક આવેલ અણખોલ ગામે આવેલ એક નાની દરગાહ પાસે કેટલાક મુસ્લિમ શખ્સો દ્વારા દરગાહ પાસે ગેરકાયદે દબાણો કરી નોનવેજની દુકાનો શરૂ કરવામાં આવતાં આ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલાઓ ગેરકાયદે પ્રવૃત્તિ મામલે રોષે ભરાઈ હતી અને રણચંડી બની ગેરકાયદે ઊભા કરવામાં આવેલ નોનવેજની દુકાનોની તોડફોડ કરી હતી. આ બનાવની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

વડોદરા શહેર નજકી આવેલ અણખોલ ગામે નાની દરગાહ આવેલ છે. આ દરગાહનો લાભ ઉઠાવી કેટલાક માથાભારે લઘુમતિ કોમના શખ્સોએ દરગાહની આસપાસ ગેરકાયદે માંસાહારની દુકાનો ઊભી કરી મટન-મચ્છી અને માંસાહારી માર્કેટ ઊભું કરવામાં આવ્યું હતું. માંસાહારી દુર્ગંધને કારણે અણખોલ ગામની આસપાસ આવેલ સોસાયટીઓમાં રહેતી મહિલાઓ વિફરી હતી. આ મટન શોપ બંધ કરવા દુકાનદારોને જણાવ્યું હતું. પરંતુ ગેરકાયદે દુકાનો શરૂ કરનાર શખ્સો બેફામ બન્યા હતા. વધુ ને વધુ દુકાનો ઊભી કરી રહ્યા હતા. જેથી રણચંડી બનેલી સોસાયટીઓની મહિલાઓએ દરગાહની આસપાસ ગેરકાયદે શરૂ કરાયેલ નોનવેજની દુકાનો ઉપર હલ્લાબોલ કરી દુકાનોની તોડફોડ કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલે થાળે પાડયો હતો. જાે આ ગેરકાયદે દુકાનોનો સફાયો કરવામાં નહીં આવે તો આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત આ બાબતે બંને જૂથ વચ્ચે અથડામણ થવાના પણ એંધાણ જણાઈ રહ્યા છે. શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની વાતો ચાલી રહી છે અને શહેરી વિસ્તરણ નજીકના ગામડા સુધી પહોંચ્યું છે. ત્યારે ગામડાઓમાં કેટલાક માથાભારે તત્વોના પેટમાં તેલ રેડાયું છે અને સોસાયટી વિસ્તારના લોકોને રંજાડવાનું તેમજ હેરાનપરેશાન કરવાનું શરૂ કરવામાં આવી રહ્યું હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

માંસ-મટનના કચરાથી દુર્ગંધ - રોગચાળો ફેલાય છે

વડોદરા. શહરેનો વિકાસ વધતાં હવે હાઈવે પાર સોસાયટીઓ બંધાઈ ચૂકી છે અને પરિવારો રહેવા પણ આવી ગયા છે. ત્યારે સોસાયટી નજીક ઈંડાં, માંસ, મચ્છી વેચી એનો કચરો ત્યાં જ છોડી દેવાથી દુર્ગંધ અને રોગચાળો ફેલાઈ શકે છે એવી રજૂઆત લાંબા સમયથી આસપાસની સોસાયટીઓના રહીશોએ કરી હતી. તેમ છતાં તંત્રે ધ્યાન નહીં આપતાં આજે મહિલાઓએ રણચંડી બની તોડફોડ કરી હતી. અગાઉ આ સ્થળે નાની દરગાહ માત્ર હતી.

બાંધકામ તોડવાની માગ ધારાસભ્ય સમક્ષ કરાશે

વડોદરા. દરગાહની આસપાસના વિસ્તારમાં રહેતા લોકો લાંબા સમયથી ધીરે ધીરે વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા હતા. વિસ્તારમાં પ્રભુત્વ જમાવવા માટે મુસ્લિમો દ્વારા આ ષડ્‌યંત્ર રચાતું હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો. ત્યારે જરૂર પડયે આ અંગે ધારાસભ્યને રજૂઆત કરી દરગાહના બાંધકામની મંજૂરી ના હોય તો તોડી પાડવાની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે.