દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલિસ કર્મીઓની સામૂહિક બદલી
19, ઓક્ટોબર 2020

દેવભૂમી દ્વારકા-

જિલ્લામાં નવા આવલે જિલ્લા પોલીસ વડા સુનીલ જોશી દ્વારા વધુ એક બદલીઓનો સામૂહિક રાઉન્ડ કાઢીને ૩૨ પોલીસ કર્મી બદલ્યા છે. ઓખાના હે.કો. હરીશભાઈ પારીયાને કલ્યાણપૂર, જેસાભાઈ માણેક એએસઆઈ ને સલયા પો. સ્ટેશનમાં વાડીનારનાં નરશીભાઈ કુબેરને મીઠાપૂરમાં વાડીનારનાં સંજયભાઈ એ. વાંકને દ્વારકા, વાડીનારના રમેશપુરી ગોસાઈને ઓખામાં, દ્વારકા એએસઆઈ મુળજીભાઈ જોશીને કલ્યાણપૂર, પ્રવિણસિંહ જાડેજાને પણ કલ્યાણપૂર જેઠશભાઈ સોપાત પરારને ખંભાળીયા, પ્રદીપસિંહ જાડેજાને ખંભાળીયા, ખંભાળીયાના ડાડુભાઈ જોગલને ઓખા, ભાયાભાઈ કરમૂરને પણ ખંભાળીયાની ઓખા, દામજીભાઈ શામજીભાઈ નકુમ કલ્યાણપૂરને દ્વારકા, ભીમજીભાઈ કાગડીયાને કલ્યાણપૂરથી મીઠાપૂર, પ્રવિણભાઈ માડમને કલ્યાણપૂરથી ઓખા, સંજયભાઈ બરારીયાને કલ્યાણપૂરથી વાડીનાર, આબાભાઈ ને કલ્યાણપૂરથી વાડીનાર, સંદીપકુમાર રાઠોડને કલ્યાણપૂરથી વાડીનાર, મહેન્દ્રભાઈ પરમારને કલ્યારપૂરથી ઓખા, મશરીભાઈને ભાણવડથી દ્વારકા, દેવેન્દ્રસિંહ જાડેજાને ભાણવડથી દ્વારકા, વજશી હમીર નંદાણીયાને ભાણવડથી દ્વારકા, બળદેવ વીરાભાઈ ગાગીયાને ભાણવડથી ઓખા, ગીરીશભાઈ મીઠાપૂરથી ભાણવડ, સહિતના નિમાયા છે. એસ.પી. જોશીએ અત્યાર સુધીમાં ૪૭ પોલીસ કર્મીઓની ત્રણ રાઉન્ડમાં બદલીઓ કરી છે. હજુ પણ બદલીનો રાઉન્ડ થોડા સમયમાંઆવે તો નવાઈ નહી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution