ઊંઝાના પ્રસિદ્ધ ઊમિયા મંદિરે સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની કરાતી આરતી

ઉંઝા : શક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિની ઊંઝા સ્થિત ઊમિયા માતાજીના મંદિરે કોવિડ ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે પરંપરાગત ઊજવણી કરાઇ રહી છે. મંદિરના ચાચરચોકમાં મા ઉમાની માંડવીની સ્થાપના કરાઇ છે. અહીં સરકારની સૂચના મુજબ એક કલાકના સમયમાં મા ઊમિયાજીની આરતી બાદ પરંપરાની જાળવણી માટે પાંચ ગરબાના પાંચ રાઉન્ડ લગાવવામાં આવે છે.આરતી સમયે શ્રદ્ધાળુઓની ભીડ ન થાય તે માટે ખાસ ધ્યાન રખાય છે. મંદિર સંસ્થાન દ્વારા માંડવી સન્મુખ ૨૦૦ કુંડાળાં કરવામાં આવ્યા છે. જેથી આરતી સમયે ૨૦૦ લોકોને જ પ્રવેશ અપાય છે. પ્રવેશ પહેલાં હેન્ડવૉશ અને સેનિટાઇઝેશન અને માસ્ક ફરજિયાત પહેરાવાય છે. નવરાત્રિને લઇ મંદિરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાને કારણે નવરાત્રિના પવિત્ર તહેવારમાં ગરબા પર પ્રતિંબધ મૂકાયો છે. ત્યારે વિશ્વભરમાં પથરાયેલા મા ઊમિયાના ભક્તોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવા જગતજનની ઊમિયા માતાજી મંદિર ઊંઝાથી મા ઊમિયાની આરતીનું તા.૧૭ ઓક્ટોબરથી તા.૨૫ ઓક્ટોબરને રવિવાર સુધી રોજ રાત્રે ૯ઃ૦૦ વાગ્યાથી જીવંત પ્રસારણ સંસ્થાની ઓફિશિયલ સોશિયલ મીડિયા યુટુબ અને ફેસબુક ચેનલ પરથી કરવામાં આવે છે. હિમાલયના રાજા દક્ષે શિવજીને અપમાનિત કરવા બૃહસ્પતિષ્ક ગામના યજ્ઞમાં તમામ દેવોને આમંત્રણ આપ્યું પણ જમાઈ શિવજીને ન આપ્યું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution