દેશના કુલ જીડીપીમાં કયા રાજ્યોનું કેટલું યોગદાન


વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (ઈછઝ્ર-ઁસ્)એ ભારતના સૌથી અમીર અને ગરીબ રાજ્યોનો ખુલાસો કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેના પરથી દેશના કુલ જીડીપીમાં કયા રાજ્યોનું કેટલું યોગદાન છે અને રાજ્યની આર્થિક સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. જેમાં પશ્ચિમ બંગાળના આંકડા આશ્ચર્યજનક છે.

ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતનો આર્થિક વિકાસ સતત વધી રહ્યો છે. રિપોર્ટ મુજબ, છેલ્લા બે દાયકાથી દેશના જીડીપીમાં ગુજરાતનુ યોગદાન સતત વધ્યું છે. ૧૯૬૦-૬૧માં ૫.૮ ટકાનું જીડીપી યોગદાન આજે વધી ૨૦૨૩-૨૪માં ૮.૨ ટકા થયું છે. જે ૨૦૨૦-૨૧માં ૮.૧ ટકા હતું.

ઈછઝ્ર-ઁસ્ રિપોર્ટ અનુસાર, દેશના જીડીપીમાં મમતા બેનર્જી સરકાર હેઠળ પશ્ચિમ બંગાળનો હિસ્સો ઝડપથી ઘટ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દેશના જીડીપીમાં પશ્ચિમ બંગાળનો હિસ્સો જે ૧૯૬૦-૬૧માં ૧૦.૫% હતો, તે હવે ઘટીને માત્ર ૫.૬% થઈ ગયો છે. એટલું જ નહીં, અહીં માથાદીઠ સરેરાશ આવક પણ રાષ્ટ્રીય સરેરાશના ૮૩.૭% પર આવી ગઈ છે, જે પહેલાં ૧૨૭.૫% હતી. તેની માથાદીઠ આવક પછાત ગણાતા રાજ્ય રાજસ્થાન અને ઓરિસ્સા કરતાં પણ ઓછી છે.

ગુજરાતની માથાદીઠ આવક પણ છેલ્લા બે દાયકાથી સતત વધી છે. જે ૧૯૯૦-૯૧માં ૧૦૩.૯ ટકા હતી. જે વધી ૨૦૨૩-૨૪માં ૧૬૦.૭ ટકા થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુની માથાદીઠ આવક વધી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની માથાદીઠ આવક ઘટી છે. પશ્ચિમ બંગાળના આ આંકડા ચિંતાજનક છે, કારણ કે રાજ્યમાં માથાદીઠ આવકનું સ્તર રાજસ્થાન અને ઓડિશા જેવા પરંપરાગત રીતે પછાત રાજ્યો કરતા ઓછું છે. તેની પ્રારંભિક આર્થિક તાકાત હોવા છતાં, પશ્ચિમ બંગાળમાં સતત અને આશ્ચર્યજનક ઘટાડો જાેવા મળ્યો છે. બંગાળને બાદ કરતાં અન્ય દરિયાકાંઠાના રાજ્યોએ દેશના અન્ય રાજ્યો કરતાં સારું પ્રદર્શન કર્યું છે.

રિપોર્ટમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ દયનીય ગણાવવામાં આવી છે, જ્યારે બિહારના આંકડા રાહતરૂપ છે કારણ કે છેલ્લા બે દાયકામાં તેની સ્થિતિ સ્થિર રહી છે. આ હોવા છતાં, તે હજી પણ અન્ય રાજ્યોથી ખૂબ પાછળ છે, તેણે ખૂબ જ ઝડપથી વિકાસ કરવો પડશે. દેશનું ત્રીજું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોવા છતાં, જીડીપીમાં તેનું યોગદાન ૪.૩% છે. આ સિવાય જીડીપીમાં ઉત્તર પ્રદેશનું યોગદાન ૧૯૬૦-૬૧માં ૧૪% થી ઘટીને ૯.૫% થઈ ગયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution