ભારતમાં દર વર્ષે લગભગ એક કરોડ લગ્ન થાય છે જેમાં લોકો ૧૩૦ અબજ ડોલરનો અંદાજિત ખર્ચ કરે છે. ભારતમાં હવે મેરેજની સિઝન શરૂ થશે જે બે મહિના સુધી ચાલશે. ગોલ્ડની ઈમ્પોર્ટ પરની ડ્યૂટી ૧૫ ટકાતી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી તેના કારણે આખા દેશમાં સોનાની ખરીદીને વેગ મળે તેવી શક્યતા છે.
ભારતમાં લગ્નપ્રસંગ એ નાણાં ખર્ચ કરવા માટેનો સૌથી મોટો પ્રસંગ ગણવામાં આવે છે જેમાં લોકો પોતાની ક્ષમતા બહાર જઈને ખર્ચ કરે છે. એક અંદાજ પ્રમાણે આગામી બે મહિનામાં લગ્નની સિઝનમાં દેશમાં લગભગ ૩૫ લાખ લગ્ન થશે જેમાં કૂલ ૪.૨૫ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. કપડાં, જ્વેલરી, મેરેજ હોલથી લઈને જમણવાર સુધીમાં ભારતમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે પરંતુ તે એક ઈન્ડસ્ટ્રી છે જે લાખો લોકોને રોજગારી પણ આપે છે.
ભારતમાં હવે મેરેજની સિઝન શરૂ થશે જે બે મહિના સુધી ચાલશે. વેડિંગ ઈન્ડસ્ટ્રીને ક્યારેય મંદી નડતી નથી અને દર વર્ષે તેની સાઈઝ વધતી જ જાય છે. બેન્ડ, બાજા, બારાત અને માર્કેટ્સ. તેમાં જણાવાયું છે કે ભારતની વેડિંગ ઈન્ડસ્ટ્રીની સાઈઝ ૧૩૦ અબજ ડોલરની છે અને જ્યારે મોટા પાયે લગ્નો થતા હોય અને લોકો ખર્ચ કરતા હોય ત્યારે શેરબજારમાં પણ ટિપિકલી તેજી જાેવા મળે છે.
ભારત એ દુનિયામાં બીજા નંબરની સૌથી મોટી વેડિંગ ઈન્ડસ્ટ્રી ધરાવે છે. નવેમ્બરથી લઈને ડિસેમ્બરના મધ્ય સુધી હવે લગ્નો જાેવા મળશે. ગયા વર્ષે આ સમયગાળામાં દેશમાં લગભગ ૩૫ લાખ મેરેજ થયા હતા જ્યારે આ વર્ષે ૩૫ લાખ મેરેજ થવાની શક્યતા છે અને તેના કારણે લગ્નો પાછળનો ખર્ચ પણ વધારે આવશે. સીએઆઈટીના સરવે મુજબ ૧૫ જાન્યુઆરીથી ૧૫ જુલાઈ વચ્ચે ભારતમાં ૪૨ લાખ મેરેજ થયા હતા જેમાં ૫.૫૦ લાખ કરોડનો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો હતો.
પ્રભુદાસ લીલાધરનો રિપોર્ટ કહે છે કે તાજેતરમાં ગોલ્ડની ઈમ્પોર્ટ પરની ડ્યૂટી ૧૫ ટકાતી ઘટાડીને ૬ ટકા કરવામાં આવી તેના કારણે આખા દેશમાં સોનાની ખરીદીને વેગ મળે તેવી શક્યતા છે. આગામી તહેવારો લગ્નની સિઝનમાં લોકો મોટા પ્રમાણમાં સોનું ખરીદશે. ભારતીયો સોનાને કોઈ પણ ભાવે અને કોઈ પણ સંજાેગોમાં ખરીદવામાં વિશ્વાસ ધરાવે છે તેથી સોનાની ડિમાન્ડ ક્યારેય ઘટતી નથી. તહેવારની અસરના કારણે ખરીદી વધે ત્યારે ભારતમાં શેરબજાર પણ ઊંચકાતું હોય છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં વધારો થવાના કારણે કેટલાક સેક્ટરમાં સારી ખરીદી જાેવા મળે છે. જેમાં રિટેલ,હોસ્પિટાલિટી, જ્વેલરી અને ઓટોમોબાઈલ આગળ છે. અલગ અલગ રિપોર્ટના આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ એક કરોડ લગ્ન થાય છે જેમાં લોકો ૧૩૦ અબજ ડોલરનો અંદાજિત ખર્ચ કરે છે. ભારતની અંદર તમામ સેક્ટર સાથે સરખામણી કરવામાં આવે તો વેડિંગ સેક્ટર ચોથા નંબર પર આવે છે. ભારતે દેશમાં ટુરિઝમને પ્રોત્સાહન મળે તે માટે આંતરરાષ્ટ્રીય લગ્ન કાર્યક્રમો યોજવા હાકલ કરી છે જેના કારણે દેશની ઈકોનોમીને લગભગ એક લાખ કરોડની મદદ મળશે તેવું ધારવામાં આવે છે.
Loading ...