આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે. અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ પછી સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૨,૫૭૫ ડોલર પ્રતિ ઔંસને પાર થઈ ગયું, જે નવો રેકોર્ડ છે. ભારતીય બજારમાં પણ તેની અસર પડી છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સોનાનો ઓક્ટોબર વાયદો ૭૩,૫૦૨ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ખુલ્યો. આ ગઈકાલની સરખામણીમાં ૦.૦૯% અથવા ૬૪ રૂપિયાની તેજી દર્શાવે છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો પણ ૯૦,૦૫૫ રૂપિયા પ્રતિ કિલોગ્રામે સપાટ ખુલ્યો, જે ૦.૧% અથવા ૮૭ રૂપિયાની તેજી દર્શાવે છે. છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં ૪૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ અને ચાંદીના ભાવમાં લગભગ ૧,૮૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો જાેવા મળ્યો છે. હાજર બજારમાં ગુરુવારે દિલ્હીના સરાફામાં સોનું ૧૦૦ રૂપિયાની તેજી સાથે ૭૫,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે બંધ થયું હતું. બુધવારે ૯૯.૯ ટકા શુદ્ધતાવાળું સોનું ૭૫,૫૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૨,૫૮૭ ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. અમેરિકામાં સારી નોકરીઓના આંકડા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપ મૂક્યા પછી સોનાના ભાવમાં તેજી આવી છે. એક સમયે તો સોનું ૨,૬૦૦ ડોલર પ્રતિ ઔંસને પણ વટાવી ગયું હતું. સોનાના ભાવમાં તેજી પાછળ ઘણા કારણો છે. આમાં કેન્દ્રીય બેંકો અને રોકાણકારો તરફથી સોનાની મજબૂત માંગ, મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તણાવ સામેલ છે. અમેરિકામાં ઘરોના વેચાણના આંકડા અપેક્ષા કરતાં નબળા રહ્યા છે. આ પછી ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો આવ્યો. આનાથી સોના અને ચાંદીના ભાવને સમર્થન મળ્યું. લેબેનોનમાં હિઝ્બુલ્લાહ સભ્યો દ્વારા વપરાતા હજારો પેજર્સ અને વોકી ટોકીમાં થયેલા વિસ્ફોટો પછી મધ્ય પૂર્વમાં તણાવ ચાલુ છે. યુએસ ડોલર ઇન્ડેક્સ (ડ્ઢઠરૂ) ૧૦૦.૫૭ના સ્તરની આસપાસ વેપાર કરી રહ્યો છે, જે ૦.૦૫ અથવા ૦.૦૫%નો ઘટાડો દર્શાવે છે. શુક્રવારે સવારે સોના ઉપરાંત ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. ૫ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ડિલિવરી માટે ચાંદી સ્ઝ્રઠ એક્સચેન્જ પર ૦.૧૦ ટકા અથવા રૂ. ૮૭ ઘટીને રૂ. ૮૯,૮૮૧ પ્રતિ કિલોના ભાવે ટ્રેડિંગ જાેવા મળી રહ્યું છે. શુક્રવારે સવારે કોમેક્સ પર ચાંદીમાં ઘટાડો અને ચાંદીના હાજરમાં વધારો જાેવા મળ્યો હતો. શુક્રવારે સવારે કોમેક્સ પર ચાંદીની કિંમત ૦.૨૦ ટકા અથવા ઇં૦.૦૬ ઘટીને ઇં૩૧.૩૬ પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જાેવા મળી હતી. તે જ સમયે, ચાંદી હાજર ૦.૮૩ ટકા અથવા ૦.૨૬ ડોલરના વધારા સાથે ૩૧.૦૪ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જાેવા મળી હતી.
Loading ...