સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો કર્યો તેની અસર શેરમાર્કેટ અને ખાસ કરીનેને સોનાના ભાવ પર પડી છે. આ ર્નિણય બાદ સોનાની કિંમત વધી અને પ્રતિ ઔંસ કિંમત ૨૬૦૦ ડોલરને પાર કરી ગઈ છે.વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. જે બાદ અમેરિકામાં કુલ વ્યાજ દર ઘટીને ૫ ટકા થઈ ગયા છે. ફેડરલ રિઝર્વે ૪ વર્ષ બાદ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને તેની અસર શેરમાર્કેટ અને ખાસ કરીનેને સોનાના ભાવ પર પડી છે.સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી વ્યાજદરમાં ઘટાડો કર્યો ત્યારે સોનાની ચમક રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી હતી. પ્રથમ વખત સોનાની કિંમત પ્રતિ ઔંસ કિંમત ૨૬૦૦ ડોલરને પાર કરી ગઈ છે અને અત્યારે ર્ઝ્રંસ્ઈઠ પર સોનું ૨૬૨૭.૨ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. આ ર્નિણય પછી સોનાની ચમકમાં ૧.૨ ટકાનો વધારો થયો છે.જાે ભારતની વાત કરીએ તો વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ ઘણો વધી શકે છે. આનો અર્થ એ થયો કે સોનાની કિંમતમાં વર્તમાન સ્તરથી રૂ. ૫૦૦૦થી વધુનો વધારો જાેવા મળી શકે છે. અત્યારે સોનાની કિંમત ૭૩ હજાર રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ દિવાળી સુધીમાં સોનાની કિંમતમાં ૩૦૦૦ રૂપિયાથી વધુનો વધારો જાેવા મળી શકે છે.
એક અનુમાન મુજબ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ રૂ. ૭૮ હજારને પાર કરી શકે છે. સાથે જ આગામી એક વર્ષમાં સોનાની કિંમતમાં ૨૫ થી ૪૦ ટકાનો વધારો જાેવા મળી શકે છે. મતલબ કે આગામી એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ૩૦૦૦ ડોલરને પાર કરી શકે છે.
ર્ઝ્રંસ્ઈઠ પર આજે ચાંદીનો ભાવ ૦.૧૨ ટકા વધીને ૩૦.૭૨૫ ડોલર પ્રતિ ઔંસ થયો હતો, જ્યારે સ્ઝ્રઠ પર તે ૦.૦૬ ટકા વધીને રૂ. ૮૮, ૩૪૯ પ્રતિ કિલો થયો હતો. સામાન્ય રીતે જ્યારે યુએસ ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે છે ત્યારે યુએસ ડોલર નબળો પડે છે. સોનાની કિંમત યુએસ ડૉલરમાં હોવાથી, નબળો ડૉલર ભારતીય રૂપિયા જેવી અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનું વધુ સસ્તું બનાવે છે અને તેનાથી સોનાની માંગ વધી શકે છે.
Loading ...