સરકારની જરૂરી ભવિષ્ય નિધિ યોગદાન માટે આવક મર્યાદા વધારવાની યોજના


સરકાર જરૂરી ભવિષ્ય નિધિ યોગદાન માટે વય મર્યાદા વધારવાની યોજના બનાવી રહી છે. હાલમાં ૧૫,૦૦૦ રૂપિયા સુધીની આવક વાળા નોકરીયાતને યોગદાન આપવું જરૂરી છે પરંતુ આ મર્યાદા વધવાની છે.ઈઁર્હ્લંના ગ્રાહકો હવે વ્યક્તિગત જરૂરીયાતો માટે પોતાના ઁહ્લ ખાતામાંથી એક વખતમાં ૧ લાખ રૂપિયા સુધી ઉપાડી શકે છે. અત્યાર સુધી આ મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયા હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ વિશે એક પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જાે તમે ઈઁર્હ્લંના ગ્રાહક છો અને પરિવારમાં કોઈ મુશ્કેલ સ્થિતિ છે તો તમે હવે વધારે રકમ ઉપાડી શકો છો. એક વખતમાં પૈસા ઉપાડવાની મર્યાદા હવે વધારી દેવામાં આવી છે. સરકારની આ પહેલથી લાખો પીએફ એકાઉન્ટ હોલ્ડરને ફાયદો મળશે.માંડવિયાએ નિયમમાં ફેરફાર વિશે જાણકારી આપતા કહ્યું કે સરકારે નિયમોમાં ઢીલ આપી છે. જેનાથી લોકોને નવી નોકરીના પહેલા છ મહિનાની અંદર ઉપાડની પરવાનગી મળી ગઈ છે. તેમણે કહ્યું, પહેલા તમને લાંબી રાહ જાેવા પડતી હતી. પરંતુ હવે પીએફ ખાતા ધારક પહેલા છ મહિનામાં પણ ઉપાડ કરી શકે છે આ તેમના પૈસા છે.

તેમણે આગળ જણાવ્યું કે શ્રમ મંત્રાલય ઈઁર્હ્લંના સંચાલનમાં સુધાર કરવા માટે કામ કરી રહ્યું છે. ગ્રાહકોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે એક નવું ડિજિટલ સ્ટ્રક્ચર અને બીજી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી રહી છે. એક મહત્વપૂર્ણ ફેરફાર એ પણ છે કે નવા કર્મચારી હવે છ મહિનાની રાહ જાેયા વગર ધન કાઢી શકે છે.

માંડવિયાએ આ વિશે જણાવ્યું કે સરકાર જરૂરી ભવિષ્ય નિધિ યોગદાન માટે આવક મર્યાદા વધારવાની યોજના બનાવી રહી છે. વર્તમાનમાં ૧૫,૦૦૦ રૂપિયા સુધી કમાણી કરનાર વેતનભોગી કર્મચારીને યોગદાન આપવું જરૂરી, પરંતુ આ મર્યાદા વધવા લાગી છે. કર્મચારી રાજ્ય વીમા માટે આવક મર્યાદા જે હાલ ૨૧,૦૦૦ રૂપિયા છે. તેને પણ વધારવામાં આવશે.મંત્રીએ જણાવ્યું, ૧૫૦૦૦ રૂપિયાથી વધારે કમાણી વાળા કર્મચારીઓ માટે આ વેરીઓશન લાવી રહ્યું છે. જેનાથી તેમને એ સિલેક્ટ કરવાની પરવાનગી મળશે કે તે પોતાની આવકના કેટલા ટકા ભાગ સેવાનિવૃત્તિ અને પેન્શન લાભો માટે અલગ રાખવા માંગે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution