અમેરિકા જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતી અને વિશ્વસનીય બનેલી બ્રાન્ડ ટપરવેરે નાદારી નોંધાવી છે. ટપરવેરે યુએસમાં તેના છેલ્લા રહેલા પ્લાન્ટના શટર પાડી દીધાના થોડા સમય બાદ બેન્કરપ્સી ફાઈલ કરી છે. કંપનીનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી તે નાણાકિય ભીડનો સામનો કરી રહી હતી અને તેના કારણે તેણે નાદારી નોંધાવવાનો ર્નિણય લીધો છે.
અમેરિકા જ નહીં પરંતુ વિશ્વમાં જાણીતી બ્રાન્ડ ટપરવેરના ચાહકો માટે એક માઠા સમચાર આવ્યા છે. ટપરવેર બ્રાન્ડ્સ કોર્પોરેશને નાદારી જાહેર કરી છે. આઈકોનિક અમેરિકન ફૂડ સ્ટોરેજ કન્ટેનર નિર્માતાએ નાણાકીય મુશ્કેલીઓ વચ્ચે યુએસમાં તેના છેલ્લા બાકી રહેલા પ્લાન્ટના શટર પાડી દીધા છે અને તેના થોડા મહિનાઓ બાદ તેણે નાદારી જાહેર કરી છે. કંપનીએ ડેલવેર ડિસ્ટ્રિક્ટ માટે યુએસ બેન્કરપ્સી કોર્ટમાં ચેપ્ટર ૧૧ની કાર્યવાહી શરૂ કરવાના તેના સ્વૈચ્છિક ર્નિણયની ઔપચારિક જાહેરાત કરી હતી. બેન્કરપ્સી ફાઈલિંગ અનુસાર કંપનીએ એસ્ટિમેટેડ એસેટ્સમાં ૫૦૦ મિલિયન ડોલર-૧ બિલિયન ડોલર અને એસ્ટિમેટેડ લાયાબિલિટિઝ ૧ બિલિયન ડોલર-૧૦ બિલિયન ડોલર લિસ્ટેડ કરવામાં આવી છે. જ્યારે લેણદારોની સંખ્યા ૫૦,૦૦૧-૧,૦૦,૦૦૦ની વચ્ચે દર્શાવી હતી.
ટપરવેરના પ્રેસિડેન્ટ અને ઝ્રઈર્ં લૌરી એન ગોલ્ડમેને એક નિવેદન જાહેર કરીને પોતાના ગ્રાહકોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે તે પણ કહ્યું હતું કે, અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને આ પ્રક્રિયા દરમિયાન તેમને ગમતા અને વિશ્વાસુ હાઈક્વોલિટી ઉત્પાદનો સાથે સેવા આપવાનું ચાલું રાખવાની યોજના બનાવીએ છીએ. તેણીનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોમાં પડકારરૂપ મેક્રોઈકોનોમિક એન્વાયર્મેન્ટથી કંપનીની નાણાકીય સ્થિતિ ગંભીર રીતે અસરગ્રસ્ત થઈ છે. જેના કારણે કંપનીએ અસંખ્ય વ્યૂહાત્મક વિકલ્પોની શોધ કરી છે અને નિર્ધારિત કર્યું છે બેન્કરપ્સી ફાઈલ કરવી તે યોગ્ય માર્ગ છે. ટપરવેરની સ્થાપના ૧૯૪૬માં કેમિસ્ટ અર્લ ટપર દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ કોર્ટને સેલ્સ કન્સલ્ટન્ટ્સ અને રિટેલ પાર્ટનર્સ તેમજ ઓનલાઈન દ્વારા કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવા માટેનું કહ્યું છે. ટપરવેર કંપની ફ્લોરિડાના ઓર્લેન્ડોમાં સ્થિત છે અને કંપનીને તાજેતરના વર્ષોમાં શ્રેણીબદ્ધ સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. ૨૦૨૦માં કંપનીએ ટર્નઅરાઉન્ડ પ્લાન શરૂ કર્યો અને ત્યારથી તે પ્રોફિટેબિલિટીમાં સુધારો કરવા, તેની બેલેન્સ શીટને મજબૂત કરવા અને તેના દેવાનું રિસ્ટ્રક્ચરિંગ કરવા સહિતના લક્ષ્યોને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારબાદ જૂનમાં ટપરવેરે જાહેરાત કરી કે તે સાઉથ કેરોલાઈનાના હેમિંગ્વેમાં તેની ફેસિલિટિઝ કાયમી ધોરણે બંધ કરશે અને ૧૪૮ લોકોની છટણી કરશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી ૨૦૨૫ માટે પ્લાન્ટના અંતિમ બંધ સાથે સપ્ટેમ્બરમાં છટણી શરૂ થશે. તે સમયે ટપરવેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે હેમિંગ્વે પ્લાન્ટને વેચી દીધો હતો અને મેક્સિકોમાં લેરમામાં ઓપરેશન્સને ટ્રાન્ઝિશન કરવાની યોજના ધરાવે છે અને તે નોંધ્યું હતું કે યુએસ અને કેનેડામાં વેચાયેલી તેની મોટાભાગની પ્રોડક્ટ્સ તે પ્લાન્ટમાં પહેલેથી જ બનાવવામાં આવી છે. ઓક્ટોબર ૨૦૨૩માં ટપરવેરે ગોલ્ડમેનને પોતાના ઝ્રઈર્ં બનાવવામાં આવ્યા હતા. ૧૯૫૦ના દાયકામાં કંપનીની લોકપ્રિયતામાં વિસ્ફોટ થયો હતો કારણ કે યુદ્ધ પછીની પેઢીની મહિલાઓએ સશક્તિકરણ અને સ્વતંત્રતાની માંગ કરતા ફૂડ સ્ટોરેજ કન્ટેનર વેચવા માટે તેમના ઘરે ટપરવેર પાર્ટી યોજી હતી. ભારતમાં પણ ટપરવેરની પ્રોડક્ટ્સ ઘણી જ લોકપ્રિય છે અને તે પોતાની મજબૂતાઈના કારણે મહિલાઓની પ્રથમ પસંદગી બની છે.
Loading ...