દુલ્હા-દુલ્હન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે કપડાના મેચિંગ માસ્ક
25, જુન 2020

જયપુરના લોકો પાર્ટી લવર છે અને સ્ટાઈલમાં રહેવાનું પસંદ કરે છે. હવે લોકો જાણી ગયા છે કે, કોરોનાની સાથે જ જીવતા શીખી લેવું પડશે. તેમના માટે જયપુરના ડિઝાઈનરે પણ યુનિક રીત શોધી કાઢી છે. જેની મદદથી તેઓ સ્વસ્થ રહેવાની સાથે સુરક્ષિત પણ રહેશે. અહીં ડિઝાઈનર ડ્રેસને મેચ કરતા સ્ટાઈલિસ્ટ માસ્ક બનાવવામાં આવ્યા છે. જે ફેબ્રિકનો ડ્રેસ હશે, તેનાથી જ પાર્ટી માસ્ક પણ બનાવવામાં આવશે. સાથે જ સેનિટાઈઝર સ્ટાઈલિસ્ટ કપડાંની પોટલીમાં આપવામાં આવશે, જેને ગર્લ્સ પોતાના હેન્ડ કાઉચની જેમ કેરી કરી શકશે. આવું જ એક્સપરિમેન્ટ દુલ્હા-દુલ્હન માટે કરવામાં આવી રહ્યું છે, જેમાં જ્વેલરી બેઝ્ડ માસ્ક પણ આવી રહ્યા છે.

ડિઝાઈનર નેહા કટ્ટા કહે છે કે, ફુલ બોડી કવર્ડ ગાઉન્સ, ગર્લ્સ એસેસરીઝ, સ્કાર્ફ કોમ્બો, મેચિંગ કિટ પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેનાંથી સુરક્ષા જ પ્રાથમિકતાનો સંદેશ પૂરો થઈ શકે. કેઝ્યુઅલ, અમ્બ્રોઈડરી, પાર્ટી વેર, હેન્ડ વર્ક માસ્ક ગેસ્ટની ડિમાન્ડ પર તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફેન્સ તેમજ પાર્ટી વેર માસ્કની કિંમત 150 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે વેડિંગ માસ્કની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં ઘણી બધી વેરાયટી છે.

આ ઉપરાંત, બાળકોની પસંદને ધ્યાનમાં રાખીને ઈમોજી કાર્ટુનવાળા માસ્ક બનાવ્યા છે, જેથી બાળકો ઉત્સાહથી તેનો ઉપયાગ કરે. ગર્લ્સ માટે માસ્ક અને સ્કાર્ફનો કોમ્બો, મેચિંગ માસ્ક તેમજ હેર એક્સેસરીઝ તૈયાર કરી છે. તેમજ પતિ-પત્ની અને ભાઈ-બહેન માટે કોમ્બો માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે.જયપુરના ડિઝાઈનર મોહિત ટેલર કહે છે કે, કુર્તી, ચણિયા-ચાળી, સલવાર સૂટ અને અન્ય લગ્ન તેમજ પાર્ટી વેર કપડાંની સાથે તેના જ માસ્ક તૈયાર કર્યા. જેને કારણે લોકોનો લુક પણ ખરાબ નહીં થશે. તે સ્ટાઈલિસ્ટ દેખાવાની સાથે સેફ રહેશે. આ ડ્રેસ અને માસ્ક લગ્ન, બર્થડે પાર્ટી, એંગેજમેન્ટ અને ક્લબની પાર્ટીમાં પહેરી શકાશે. ડિઝાઈનર કુર્તી ડ્રેસની સાથે તેને ફ્રી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે.

ડિઝાઈનર મોહિત ફલોડ કહે છે કે, અમે હેવી બ્રાઈડલ ચણિયા-ચેળી જેવા ડ્રેસ તૈયાર કરીએ છીએ, જેમાં ઓરિજિનલ અને અન્ય પ્રકારની સ્ટોન જ્વેલરીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એ જ ફેબ્રિક અને જ્વેલરીનું માસ્ક પણ બ્રાઈડલ ચણિયા-ચાળીની સાથે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેને દુલ્હન અને તેમના નજીકના સગા-સંબંધીઓ લગ્ન અથવા એંગેજમેન્ટમાં પહેરી શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution