વડોદરા-

વડોદરાના પાદરા ગામમાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. એનસીબી અને પાદરા પોલીસે સાથે ઓપરેશન પાર પાડીન એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આ એમડી ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયાની છે. હાલ પાદરા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ લવાયો છે. એનસીબી અને પાદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આખરે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો આવ્યો કેવી રીતે. એનસીબી અને પાદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે ૧ કિલોનું એમડી ડ્રગ્સ પકડાયું છે. પાદરાના સમિયાલા ગામ પાસેના રોડ પરથી એક ગાડી પકડાઈ હતી, જેમાં આ ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હતો. આ સાથે જ ૫ આરોપીઓ પકડાયા છે. પોલીસે બે ગાડીઓ અને મોટી રકમ પણ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. આ ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. હાલ વડોદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટી સંખ્યામાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢાવવામાં આવી રહ્યા છે. આ આરોપીઓને પકડી પાડવા ગુજરાત પોલીસ સજ્જ બની છે.