નસવાડીમાં દબાણો દુર કરવા માપણીની કામગીરી
04, નવેમ્બર 2023

નસવાડી ઃ નસવાડી ટાઉન ના દબાણો હટાવવા માટે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય છોટાઉદેપુર સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ નસવાડીમાં દબાણો ની માપણી કરવા માટે કામગીરી શરૂ કરતા વેપારીઓની દિવાળી નો વેપાર બગડશે જયારે બીજી તરફ આ રોડ સ્ટેટ આર એન્ડ બી વિભાગ નો નથી અને ૬ મીટર નો રસ્તો ગામ તળનો બોલે છે અને સીટી સર્વેના નકશામાં ગામ તળ નો રસ્તો દર્શાવવામાં આવેલ છે સ્ટેટ આર એન્ડ બી ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે

નસવાડી નો વિસ્તાર બે કિલોમીટર છે અને નસવાડી ગામનો વસવાટ અને જમીન રજવાડી શાસનની માલિકીની હતી અને તેવોએ ગામનો મુખ્ય રોડ ઉપર વેપારીઓને ધંધા રોજગાર માટે રજવાડી શાસન વખતે જમીન આપી હતી જ્યારે નસવાડી ટાઉનમાં મુખ્ય માર્ગ સી ટી સર્વેના નકશામાં ગામ તળ નો માર્ગ બોલે છે તેમજ મુખ્ય રસ્તો સ્ટેટ આર એન્ડ બી ની માલિકીનો નથી જયારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતે આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી ને સોંપ્યો નથી જ્યારે સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંગ તડવી છોટાઉદેપુર સંકલન સમિતિની બેઠકમાં દબાણ વિશે પ્રશ્ન કરીને માપણી કરાવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા સ્ટેટ આર એન્ડ બી વિભાગ ના અધિકારીઓ નસવાડી ખાતે આવીને રસ્તા રેસા ના નિયમ હેઠળ રસ્તાની માપણી કરવામાં આવી પરંતુ જે વિસ્તારોમાં માપણી કરવામાં આવી તે વેપારીઓની જમીનો ૫૦ વર્ષ પહેલાની છે અને રસ્તા રેસાના નિયમમાં આવતી નથી કારણકે ગામ તળની જમીન રસ્તામાં બોલે છે સ્ટેટ આર એન્ડ બી ના અધિકારીઓ પાસે પણ રસ્તાની વિગત ના હતી જયારે નસવાડી ગામમા ગ્રામ પંચાયતે રસ્તાની સુવિધા મળે તે માટે સરકાર ને રજૂઆત કરી હતી જેને લઈને સ્ટેટ આર એન્ડ બી વિભાગ નો રસ્તો નસવાડી પેટ્રોલ પમ્પથી દેવલીયા જવાનો રસ્તો ધામસીયા સુધી હાઇવે સ્ટેટ આર એન્ડ બી વિભાગ છે જયારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી કવાંટ છોટાઉદેપુર હાઇવે ની હદ શરુ થાય છે જયારે નસવાડી ગામનો રસ્તો ગામ તળનો છે અને તેની નિભાવણી માટે સ્ટેટ આર એન્ડ બી ૧૦ વર્ષમાં બે વાર રસ્તો બનાવીયો બે કિલોમીટરનો માર્ગ નસવાડી ગામ તળમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution