ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા વિધાનસભાનું રાજકારણ વષોઁથી અટપટું રહ્યુ છે ત્યારે ફરી એક વખત વિધાનસભા ૨૦૨૨ની ચુંટણીના પડઘમ વાગવાની તૈયારી સાથે ધ્રાંગધ્રાનુ રાજકારણ ગરમ જાેવા મળી રહ્યું છે જેમા ધ્રાંગધ્રા વિધાનસભામાં આ વખતે પાટીદારની સમાજના ઉમેદવારને ભાજપમાંથી ટિકીટ મળે તેવા સ્પષ્ટ એંધાણ નજરે તો પડે છે પરંતુ કહેવાય છે ને કે “કારણ વગરનું રાજકારણ” કોઇપણ સમયે ભાજી બદલે તેનુ નામ જ રાજકારણ જેને લઇને પાટીદાર સમાજ દ્વારા પોતાના જ સમાજના ઉમેદવારને ટીકીટ મળે તે માટે એક નવા અધ્યાયની શરુવાત કરી હતી જેમા ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે પાટીદાર સમાજની બેઠક યોજાઇ હતી આ બેઠકમા સ્થાનિક પાટીદાર સમાજના દિગ્ગજાે નજરે પડ્યા હતા જાેકે આ બેઠકનું આયોજન દિગ્ગજ નેતા અને માકેઁટીંગ યાડઁના પુવઁ ચેરમેન મહેશભાઇ પટેલ દ્વારા કરાયુ હતુ જેમા વેપારી અગ્રણી જયેશ પટેલ, ધીરુભાઇ પટેલ, દિપક પટેલ, મનિષ પટેલ સહિતના ભાજપ તથા કોગ્રેસ એમ બંન્ને પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા. ચુંટણી પુવેઁ ઉપાધ્યાયની શરુવાતમા “સરદાર ગ્રુપ”ને ફરીથી જીવંત કરવા પાટીદાર સમાજના તમામ યુવાઓ ઉત્સાહ ભેર જાેડાય અને પાટીદાર એકતા દશાઁવાય તે માટે પુવઁ ચેરમેન દ્વારા આહવાન કરાયુ હતુ. આ સમાજના સંગઠનને તોડવાના બદઇરાદા સાથે આવેલા પાટીદાર નેતાએ જ પાણીમાંથી પોરો કાઢે તે માફક સમાજને અવળા માગોઁ દિવાલના પ્રયાસ શરુ કયાઁ હતા જાેકે આ મામલે ચાલુ બેઠક જ માકેઁટીંગ યાડઁના પુવઁ ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે તુતુ-મેમે થતા અન્ય આગેવાનો દ્વારા મામલો થાળે પાડી સમાજની એકતા વિશે વાતચીત કરવાનુ જણાવ્યુ હતુ.