દેવભૂમિ દ્વારકા-

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદનું આગમન થયું હતુ.ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો.ખંભાળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

ગીર સોમનાથના કોડીનાર અને દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે વરસાદ થતા પાણી વહેતા થયા હતા.પ્રવાસન સ્થળ દીવમા પણ વરસાદી ઝાંપટા પડયા હતા.ત્રણ ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસના બ્રેક બાદ પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સૂત્રાપાડાના વડોદરા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેથી ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ હતી. વરસાદને લીધે વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ ટાઉનમાં અસહ્ય બફારા વચ્ચે અચાનક વરસાદ તૂટી પડયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે ખેતરમાં વાવણીમાં બાકી રહેલા ખેડૂતોએ મગફળીની વાવણી કરી હતી. કેશોદમાં અત્યાર સુધી કુલ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જાે કે, કેશોદમાં નદી-નાળા ભરાય તેવા સારા વરસાદની રાહ જાેવાઈ રહી છે. જેનાથી રોડ-રસ્તા પરની ગંદકી દૂર થાય અને લોકોને વરસાદનો સંતોષ થાય.