જામનગર-

જામનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં ફરીથી ૫ર આવ્યા હતાં અને જામનગર જિલ્લાના કુલ ૧૬ ડેમો ફરીથી ઓવરફ્લો થયા છે. જેમાં છ જળાશયોના પાટિયા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને હવામાન ખાતા દ્વારા ભારે પવન સાથે વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે ત્રણ દિવસ દરમિયાન રહી રહીને ધીમી ધારે વરસાદ પડ્યો હતો. જેમાં જામનગરમાં ર૭ મી.મી., જોડિયામાં ૯૦ મી.મી., ધ્રોળમાં પર મી.મી., કાલાવડમાં ૧૦૧ મી.મી., લાલપુરમાં ૧૧ર મી.મી. અને જામજોધપુરમાં ૧ર૭ મી.મી. વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતાં.

છેલ્લા ત્રણ દિવસમાં જામનગર તાલુકાના વસઈમાં ૪ર મી.મી., લાખાબાવળમાં ૧પ મી.મી., મોટી બાણુંગારમાં ૧૦ મી.મી., ફલ્લામાં ૩૩ મી.મી., જામવંથલીમાં પ૦ મી.મી., ધુતારપુરમાં ર૦ મી.મી., અલિયાબાડામાં ૪ર મી.મી., દરેડમાં ૪ર મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જેમાં બાલંભામાં ૧ર૬ મી.મી., હડિયાણામાં ૩૦ મી.મી. અને પીઠડમાં ૬૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. ધ્રોળ તાલુકાના લતીપુરમાં ૩૭ મી.મી., જાલિયા દેવાણીમાં ૪૦ મી.મી. અને લૈયારામાં ૪પ મી.મી.વરસાદ પડ્યો હતો. કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જેમાં નિકાવામાં ૮પ મી.મી., ખેરડીમાં ૧૩૦ મી.મી., ભ. બેરાજામાં ૭પ મી.મી., નવાગામમાં ૭૦ મી.મી., મોટા પાંચદેવડામાં ૧૧૦ મી.મી., મોટા વડાળામાં ૮૦ મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. મોટા પાંચદેવડામાં પડેલા વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ થતા રસ્તા પરપાણી ભરાઈ ગયા હતાં. જેમાં સમાણામાં ૬પ મી.મી શેઠવડાળામાં ૭૬ મી.મી., જામવાડીમાં ૧૦ર મી.મી. (૪ ઈંચ), વાંસજાળિયામાં ૧રપ (પાંચ ઈંચ), ધુનડામાં ૧૩૧ મી.મી. (સવાપાંચ ઈંચ), ધ્રાફામાં ૮૦ મી.મી., પરડવામાં ૭પ મી.મી. વરસાદ છેલ્લા ત્રણ દિવસમાં પડ્યો હતો. લાલપુર તાલુકામાં પણ ગત ત્રણ દિવસમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં પીપરટોડામાં ૯૦ મી.મી., પરડવામાં પર મી.મી., ભણગોરમાં ૧૪૧ મી.મી., મોટાખડબામાં ૧૩૦ મી.મી., મોડપરમાં પ૦ મી.મી. અને ડબાસંગમાં ૭૬ મી.મી. વરસાદ પડ્યો હતો. ભણગોર અને મોટાખડબામાં પડેલા વધુ વરસાદના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.