09, સપ્ટેમ્બર 2021
ગાંધીીનગર-
રાજ્યમાં વરસાદની ફરી એન્ટ્રી થઈ ગઈ છે. જન્માષ્ટમીના પર્વ બાદ રાજ્યના કેટલાય જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે બુધવારે ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીર-સોમનાથના સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. ત્યારે ધોધમાર વરસાદને પગલે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. આ ઉપરાંત 10 ઈંચ વરસાદને કારણે પ્રશ્રાવડા ગામના નીચાણવાળાં ઘરોમાં પાણી ભરાયાં હતાં તેમજ ગામની શેરીઓમાં નદીઓનાં ઘોડાપૂર જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.ગીર-સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું હતું. જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં 10 ઈંચ વરસાદ પડતાં પ્રાચી તીર્થ ખાતે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીકિનારે સ્થિત ભગવાન માધવરાય મંદિર પાણીમાં જળમગ્ન થઈ ગયું હતું. જોકે સરસ્વતી નદીમાં નવા નીર આવતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ જિલ્લામાં વરસાદ વરસતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસથી મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે સુરત જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે. મુશળધાર વરસાદને કારણે ખેડૂતોની ચિંતા ઓછી થઈ છે. ખેડૂતો અને વહીવટીતંત્ર પણ ઈચ્છી રહ્યું છે કે ઉકાઈ ડેમની સપાટી 340 ફૂટ કરતાં વધી જાય તો પાણીની કોઇ પણ પ્રકારની તંગી નહીં રહે. હજી પણ જે રીતે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે.