અરવલ્લી-

અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવતાં સૌના મનમાં ચિંતાના વાદળો છવાયા હતા.પરંતુ રવિવારે જિલ્લામાં વરસાદી વાતાવરણ બનતાં સર્વત્ર મેઘમહેર થઈ હતી જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસતાં ખેડૂતોમાં રાહત વર્તાઈ હતી.અને ખેડૂતોએ કરેલ વાવણીને જીવતદાન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો હતો જયારે શામળાજી અને મોડાસા શહેરમાં મૂશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.એક ઈંચથી વધુ વરસાદ થતાં વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.

મોડાસા,માલપુરમાં અર્ધો ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહયો હતો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા યથાવત છે.જિલ્લાના મોડાસા, શામળાજી ધનસુરા બાયડ, માલપુર સહિત ના તાલુકાઓ માં ધોધમાર વરસાદ પડતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો હજુ સુધી ખેતી લાયક વરસાદ ન થતા ખેડૂતો તેમજ જિલ્લાવાસીઓ ચિંતામાં મુકાયા હતા જો રવિવારે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા લોકો માં ખુશી છવાઈ હતી.તો સાથે જ સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં ખેડૂતો એ મહામહેનતે વાવેલ ખરીફપાક જે ખેતરમાં મુરજાતો હતો તેને પણ જીવનદાન મળ્યું હતું.