મહેસાણા: મોઢેરામાં 4 કાગડાના શંકાસ્પદ મોત, સેમ્પલ ભોપાલ મોકલાયા
08, જાન્યુઆરી 2021

મહેસાણા-

સામાન્ય રીતે હાલમાં ઠંડીની સિઝન આવતાની સાથે જ પક્ષીઓમાં બીમારી અને રોગની શક્યતાઓ વધી જતી હોય છે. ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યમાં આવેલા બર્ડફ્લુને લઈ મહેસાણા જિલ્લામાં પશુપાલન વિભાગ સતર્ક થઈ ચૂક્યો છે. જેને પગલે તાજેતરમાં મોઢેરા ગામેથી 4 મૃત કાગડા મળી આવતા તંત્ર દ્વારા તેને બરફ સાથે પેકીંગ કરી ભોપાલ ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. મોઢેરા ખાતે મૃત હાલતમાં રાત્રે 3 અને સવારે 1 મળી કુલ ચાર કાગડાઓ મળી આવ્યા હતાં. પક્ષીઓના મોત અને બર્ડફ્લુની આશંકાઓ વચ્ચે મહેસાણા જિલ્લામાં વ્યાપેલી કુતૂહલને પગલે ઈટીવી ભારત દ્વારા મહેસાણા જિલ્લા પશુપાલન અધિકારી ભરતભાઇ દેસાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓએ શંકાસ્પદ મોત હોવાનું માની પાણી પહેલા પાળ બાંધતા તંત્રએ બરફ સાથે પેકીંગ કરીક કાગડાઓને ભોપાલ પરીક્ષણ માટે મોકલી આપેલા છે, તો ગત એપ્રિલ 2020થી અત્યાર સુધી કુલ 254 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.

ગુજરાતના પાડોશી રાજ્યમાં પક્ષીઓમાં બર્ડફ્લુ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મહેસાણા જિલ્લાની અંદર આવેલા કડી થોળ પક્ષી અભ્યારણ ખાતે ઠંડીની સીઝનમાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. જેને પગલે કોઈ વિદેશી પક્ષી પોતે કોઈ બીમારી કે વાઇરસ સંક્રમિત છે કે કેમ તે ચકાસવા અભ્યારણ ખાતેથી સ્થાનિક વન વિભાગની સાથે મળી મહેસાણા પશુપાલન વિભાગે 54 જેટલા જીવિત વિદેશી પક્ષીઓના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution