ગાંધીનગર-

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો ડિપ્રેશનના કારણે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. હવામાન વિભાગે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ફરી મેઘમહેર થઇ શકે છે. હવામાન વિભાગે 19થી 21 તારીખ સુધી એટલે કે, આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે મહીસાગર, દાહોદ, પંચમહાલ,અરવલ્લી,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 20 સપ્ટેમ્બર સોમવારે એટલે કે આજે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી હે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 20 સપ્ટેમ્બર સોમવારે એટલે કે આજે છોટાઉદેપુર, દાહોદ,પંચમહાલ, ખેડા, અરવલ્લી, વડોદરા, મહીસાગર, સાંબરકાંઠામાં મઘ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગે આગામી હે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં 21 સપ્ટેમ્બર મંગળવારે, મહીસાગર, છોટા ઉદેપુર,અમરેલી, ભાવનગર, વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, , નર્મદા, સુરત, તાપીમાં વરસાદની આગાહી કરી કરી છે. જોકે આ આગાહી વચ્ચે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં મેઘમહેર થઈ શકે છે. જોકે એક દિવસના વિરામબાદ મોધારાજા ફરિ ધમાકેદાર બેટીંગના મુડમાં જોવા મળી રહ્યા છે.