ગાંધીનગર-

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની વકી છે. રાજ્યમાં 29 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મળી રહેલી માહિતી અનુસાર, 5 ઓગસ્ટે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. 5 થી 7 તારીખ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાની વાત કરીએ અહીનાં સુઇગામમાં 2 ઈંચ વરસાદ પડ઼્યો હતો.જુનાગઢનાં વિસાદવદરમાં સાંજે 2 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ અહી વરસાદી માહોલથી ઠંડક પ્રસરી છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી વાદળો ગેરાયેલા હોવા છતા મેઘાની મહેર થઇ નથી. જ્યારે અમદાવાદમાં પણ બે દિવસથી વરસાદ પડ્યો નથી. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.