અમદાવાદ-

હવામાન ખાતાએ કહ્યું છે કે નોર્મલના નીચલાસ્તરનો વરસાદ રહે તેમ છે અર્થાત નોર્મલ કરતા 96 ટકા વરસાદ થવાની શકયતા છે. હવામાન વિભાગે ગત જુનમાં ચોમાસુ નોર્મલ રહેવાની અને સરેરાશ કરતા 101 ટકા પાણી વરસવાની આગાહી કરી હતી પરંતુ ઓગષ્ટ મહીનો 'કોરો' જતા હવે તેમાં બદલાવ કરવાની ફરજ પડી છે. હવામાન ખાતાએ હવે સરેરાશનો 96 ટકા વરસાદ થવાની નવી આગાહી કરી છે.

4 સપ્ટેમ્બર પછી પરિસ્થિતિ બદલાશે અને વરસાદની પરિસ્થિતિ બંધ થઈ જશે. રાજધાની દિલ્હી- એનસીઆરમાં સોમવાર સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. માર્ગો પર પાણીનો ભરાવો થઈ ગયો છે. પાણી ભરાવવાને કારણે રસ્તા પર કારને ચલાવવામાં પણ ઘણી મુશ્કેલી સર્જાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદને લઈને દિલ્હીમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે ઉતર પશ્ચીમ તથા પુર્વોતર અને દક્ષિણી રાજયોમાં સરેરાશથી ઓછો વરસાદ થશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચીમી ઉતરપ્રદેશના ભાગો નબળા રહે તેમ છે. ગુજરાત પશ્ચીમ રાજસ્થાન તથા ઓડીશા જેવા રાજયોમાં હજુ વરસાદની મોટી ખાધ હોવાથી અછતની સ્થિતિનો ખતરો હજુ દુર થયો નથી.