અમદાવાદ-

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ,વડોદરા, ખેડા આણંદ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં ભરૂચ નર્મદા અને સુરતમાં બુધવારે ભારે વરસાદ પડી શકે છે.