અમદાવાદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા કામને લીધે ચર્ચાનો વિષય બનેલી મેટ્રો રેલનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે શહેરના પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં મેટ્રો દોડાવવા માટે કામગીરી પૂરજાેશમાં ચાલી રહી છે પૂર્વ પશ્ચિમ નો ૪૦ કિલોમીટરનો મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં ૩૨ સ્ટેશનો નો સમાવેશ કરવામાં આવ્યો છે તમામ સ્ટેશનો ને લીફ્ટ અને સીસીટીવી જેવા આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહ્યા છે વસ્ત્રાલથી થલતેજ અને મોટેરા થી એપીએમસી સુધીના રૂટ પર નો પૂર્ણતાને આરે આવી ગયો છે તમામ સ્ટેશનના બાંધકામ અને ઇલેક્ટ્રિક કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. રૂટ ૧- વસ્ત્રાલ ગામ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાયવાડી,એપરલ પાર્ક ,કાંકરિયા પૂર્વ, કાલુપુર રેલવે, સ્ટેશન, ઘીકાંટા, શાહપુર, કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર ,થલતેજ અને થલતેજ ગામ રૂટ ૨- મોટેરા, સાબરમતી ,સાબરમતી રેલ્વે સ્ટેશન,રાણીપ,વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, ગાંધીગ્રામ ,પાલડી, શ્રેયસ, રાજીવ નગર, જીવરાજ, ટ્ઠॅદ્બષ્ઠ અને ગ્યાસપુર ડેપો. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ૪૦ કિલોમીટરનો પહેલો ફેઝ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે.અને ઓગસ્ટ મહિના અંત સુધીમાં મેટ્રો પશ્ચિમ વિસ્તારમાં શરૂ થવાનો ટાર્ગેટ છે. જાે કે મેટ્રો વહેલી શરૂ થઈ જાત પરંતુ જમીન સંપાદન મુદ્દો અને કોરોના કારણે પ્રોજેકટ સમયમર્યાદા પૂર્ણ થઈ શક્યો નથી.પરંતુ હવે ઓગસ્ટ ૨૦૨૨માં પૂર્ણ કરવા માટે પુરજાેશમાં કામગીરી કરવામાં આવી રહી છે અને ૨૦૨૨નું વર્ષ પૂર્ણ થાય તે પહેલાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળી જશે. અમદાવાદની વસ્તી વધી રહી છે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ ફૂલ્યુ ફાલ્યું છે. માટે ટ્રાન્સપોર્ટેશન માટે મેટ્રોનો વિચાર મુકવામાં આવ્યો. અમદાવાદમાં મેટ્રોનું જે સપનું જાેયું હતું તે હવે હકીકતમાં બદલાવા જઈ રહ્યું છે. મેટ્રો ટ્રેનની જરૂર કેમ પડી.તો અમદાવાદ શહેરમાં ૪૪ લાખ જેટલા વાહનો છે.અમદાવાદ શહેરમાં ૨૦૨૦-૨૧માં ફોર વહીલર ૨૫૩૭૯ રજીસ્ટ્રેશન થયા છે. જ્યારે ૪૯૪૩૦ ટુ વહીલર નોંધાયા છે. તો ૨૦૨૧-૨૨માં ફોર વહીલર ૩૩૬૫૩ નોંધાયા છે અને ૭૦૮૩૨ ટુ વહીલરનું રજિસ્ટ્રેશન થયું છે.