લુણાવાડા નગરમાં તંત્રની ઘોર બેદરકારી લાખોના ખર્ચે બનાવેલા બગીચાઓ ઉજ્જડ
18, માર્ચ 2021

લુણાવાડા

લુણાવાડા નગરના આબાસિય શાળા પાસે તથા દરકોલી તળાવ પાસે આવેલ નગર પાલિકા ના બગીચાઓ આવેલ છે આ બગીચા ઓ નગરજનો અને નાના મોટા બાળકોના આનંદ પ્રમોદ માટે થોડા સમય અગાઉ લાખોના ખર્ચે બગીચો બનાવવામાં આવ્યા હતા બગીચાઓ બનતા આસપાસના બાળકો તેમાં કિલ્લોલ કરતા રમતા હતા પરંતુ ત્યારબાદ દેખરેખ અને નિયમિત જતનના અભાવે વાવેલા વૃક્ષો અને ઘાસ સુકાઈ ગયેલ હતી અને તેની જગ્યાએ જાડી જાખરા અને વન્ય વૃક્ષો ઉગી નીકળી હતી હાલ ચારેતરફ જાખરા અને નકામાં ઝાડવાઓ ના કારણે બગીચામાં જવું શક્ય નથી અંદર મૂકેલા બાંકડા અને લાઈટ ની ચોરી તથા ભંગાર હાલત થઇ ગયેલ છે ત્યાંથી બગીચામાં જવાય છે તેના દરવાજા પાસે અને આસપાસના જંગલી વેલાઓ અને જાખરા ઊગી નીકળે છે જેને સમયે બગીચાઓ નો દરવાજાે મૂકવાને બદલે અવાવરું જગ્યાએ મૂકવામાં આવ્યો હતો બાળકો ભૂલેચૂકે આ બગીચામાં જાય તો સાપ જેવા જંગલી જાનવરો નો શિકાર બની જાય તેવું થઇ ગયેલ છે આના કારણે બગીચા ની અંદર જતા બીક લાગી રહેલ છે તો શું નગરપાલિકા દ્વારા બગીચાઓ પર ધ્યાન આપવામાં આવશે કે શું કે તેમાં આવેલી ગ્રાન્ટો બીજી જગ્યા પર ખર્ચ થઈ ન જાય તે માટે લુણાવાડાની નગરજનો આ બગીચાઓની ગ્રાંટ બગીચા માં ફરી વપરાશ થાય તેઓ લુણાવાડા ની પ્રજા ની માંગ રહેલી છે. ત્યારબાદ દેખરેખ અને નિયમિત જતનના અભાવે વાવેલા વૃક્ષો અને ઘાસ સુકાઈ ગયેલ હતી અને તેની જગ્યાએ જાડી જાખરા અને વન્ય વૃક્ષો ઉગી નીકળી હતી હાલ ચારેતરફ જાખરા અને નકામાં ઝાડવાઓ ના કારણે બગીચામાં જવું શક્ય નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution