ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ ૯ વોડઁમાથી સ્પષ્ટ બહુમતી સાથે ૩૫ સુધરાઇ સભ્યો છે જેથી નગરપાલિકાના શાસક પક્ષને કોઇપણ ઠરાવો કરવા સહેલુ બની રહ્યુ છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમા વિકાસના કામોને વેગ આપતા રોડ-રસ્તા, લાઇટ અને પાણીની સુવિધાને પ્રાધાન્ય આપવાની વાતો થાય છે પરંતુ લાખ્ખો અને કરોડોના ખચેઁ બનેલા કેટલાક રોડના માત્ર પાંચ મહિનામા જ ભ્રષ્ટાચારી ગાબડા નજરે પડે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરના એસ.એસ.પી જૈન કોલેજથી મયુર બાગ સુધીના ડામર રોડને હાલમા જ કરોડોના ખચેઁ નિમાઁણ કરાયો છે. ત્યારે આ કરોડોના ખચેઁ બનેલા રોડ રાતોરાત નિમાઁણ કરી રોડ પર તલસાંકળી માફક કામગીરી કરી ડામર રોડની થીકનેશ તથા મટીરીયલ નબળુ હોવાથી સરકારી ધારાધોરણ મુજબ રોડનું કામ નહિ થતા ટુંકાગાળામાં રોડની અવળા પુણઁ થવાની શક્યતાને લઇને રોડના કામમા ભ્રષ્ટાચાર થયો હોવાની રજુવાત સામાજીક કાયઁકર દ્વારા કરાઇ છે.