વડોદરા : વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએપાલિકાના કમિશ્નરનેપત્ર લખીને શહેરના નાગરિકોનેપાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ આપવાને માટે જણાવ્યું છે. તેઓએ આપત્રમાં જણાવ્યું છે કેપાલિકામાંપાંચપાંચ કાર્યપાલક ઈજનેર છતાંપાણીની રામાયણ લાંબા સમયથી ચાલી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં જ ત્રણ ત્રણ વખત પ્રજાપાણીથી વંચિત રહી છે.  

ભર શિયાળેપાણીને લઈને સર્જાયેલી રામાયણને માટે તેઓએ અણઘડ વહીવટને જવાબદાર લેખાવ્યો છે.પાલિકા દ્વારા પ્રતિવર્ષ ૩૭૦૦ કરોડ રૂપિયાના બજેટમાંથી કરોડો રૂપિયાપાણીની માફકપાણીના આયોજનોપાછળ ખર્ચાય છે. તેમ છતાં પ્રતિવર્ષપાણીની સમસ્યાઓ ઘટવાને બદલે વધી રહી છે. જેને લઈનેપાણીપાછળ ખર્ચાતા કરોડો રૂપિયા શાસકોનાપાણીદાર ભ્રષ્ટાચારને લઇપાણીમાં વહી ગયાનો આડકતરો આક્ષેપ તેઓએ કર્યો હતો. સ્માર્ટ સીટી, સ્કાડા,ફ્લો મીટર,પોન્ટુરપમ્પ,પાણી વિતરણમાં ઓટોમોનાઇઝેશન જેવા આયોજનો થાકી શાસકો દ્વારાપાણીને માટેના આયોજનનું ફૂલ ગુલાબી ચિત્ર રજુ કરવામાં આવે છે. પરંતુ એમાં ધરાર નિષ્ફળ નિવડયાનું જણાવ્યું છે.  

જેને લઈને પ્રજાનેપાણીને માટે વલખા મારવાપડે છે, અગવડ વેઠવીપડે છે. રાજ્ય સરકારના નિષ્ણાત ઈજનેરોએ આવીનેપાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યાની વાત કરી હતી. જે તે સમયેપાણીની સમસ્યાને જડમૂળથી દૂર કરવાની વાત કરી હતી.પરંતુપાણીનું નામ “ભૂ” બરાબર હોવાનો આક્ષેપ તેઓએ કર્યો હતો. જો આ સમસ્યા વાયદા મુજબ હાલ કરાઈ હોટ તો આજે જે સમસ્યા છે એ ન હોત.આને માટે શાસકો અને અધિકારીઓ ગંભીર ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

વડસર રોડપરપાંચ દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ

એક તરફ શહેરના નાગરિકોપાણીને માટે ભાર શિયાળે વલખા મારી રહયા છે. બીજી તરફ શહેરમાં રોજે રોજ ક્યાંકને ક્યાંકપાણીની લાઈનોમાં ભંગાણપડયાની ફરિયાદો સર્વસામાન્ય બની રહેવાપામી છે. આને માટેપૂર્વ વિસ્તારમાં આજવા રોડપર સરદાર એસ્ટેટમાં આવી સમસ્યા કાયમી બની ગઈ છે. ત્યારે આ બધી સમસ્યાઓ વચ્ચે શહેરના વડસર રોડ વિસ્તારમાં છેલ્લાપાંચ દિવસથીપાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. જેને લઈને મુખ્ય માર્ગપર મોટા પ્રમાણમાંપાણીનો વેડફાટ થઇ રહ્યો છે.