ગુજરાતના આ જીલ્લામાં મળી આવ્યો લાખો રૂપિયાનો ગાંજો, જાણો વધુ
04, નવેમ્બર 2020

અમદાવાદ-

ગુજરાત હવે ઉડતા પંજાબનું બિરુદ મેળવવા જાણે હોડમાં બેઠું છે. ગુજરાતમાં થી વિવિધ માદક પદાર્થો મળી આવવા હવે સામાન્ય બાબત બની ગઈ છે. દારૂ, ગાંજો, ચરસ, md ડ્રગ વિગેરે અવારનવાર ગુજરાતમાંથી મળી આવે છે. ગાંજો ઉગાડવો એ પણ હવે ગુજરાતમાં સામાન્ય થી ગયું છે. અવાર નવાર ખેતરોમાં ઉગેલો ગાંજો પણ મળી આવે છે. ત્યારે હવે રાજકોટ માંથી મોટી માત્રામાં ગાંજાના જથ્થા સાથે ૪ વ્યક્તિ ઝડપી પડ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ભગવતીપરામાં 17.5 કિલોના ગાંજાના જથ્થા સાથે પોલીસે 4 વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. ઠંડા-પીણાનાં પાઉચની આડમાં ગાંજાનું પોટલું લઈને જતા હતા. આ ગાંજો જંગલેશ્વરના વ્યક્તિઓ ને પહોચતો કરવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસની નજરે ચઢી જતા ચારેય શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે 1.75 લાખની કિંમતનો ગાંજો, અને વસ્તુઓ સાથે કુલ 12 લાખ 36 હજાર 500નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. સુરતથી ગાંજો લાવ્યાની શક્યતા છે. હાલ તો ચારેય શખ્સોનો કોરોના રિપોર્ટ કર્યા પછી રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution