ધ્રાંગધ્રામાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની જનઆશીર્વાદ યાત્રામાં લોકોની પાંખી હાજરી
09, ઓક્ટોબર 2021

ધ્રાંગધ્રા,રાજ્યમા નવા મંત્રી મંડળની રચના દરમિયાન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ મંત્રી પદ અપાયુ હતુ તેવામા બ્રિજેશ મેરજાની જન આશીઁવાદ યાત્રા કાઢવામા આવી હતી જે ધ્રાંગધ્રા મુકામે પહોચી હતી. શુક્રવારના રોજ સવારે બ્રિજેશ મેરજાની જન આશીઁવાદ યાત્રામાં માત્ર ભાજપના હોદ્દેદારો સિવાય સ્થાનિકોની પાખી હાજરી જાેવા મળી હતી સાથે જ ભાજપના હોદ્દેદારોને ધોમધખતા તાપમા જન આશીઁવાદ યાત્રાની કલાકો સુધી રાહ જાેવી પડી હતી. જ્યારે શહેરી વિસ્તારમા પ્રવેશ કરો બ્રિજેશ મેરજાએ સંસ્કારધામ ગુરુકુળ સહિત મંદિરના દશઁના કયાઁ હતા અને ધ્રાંગધ્રાનો પ્રવેશ દ્વારા ગુરુકુળ ગેઇટ પાસે જન આશીઁવાદ યાત્રાનુ સ્વાગત ૫૦ મુદ્દા અમલીકરણના ચેરમેન આઇ.કે.જાડેજા દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ જ્યારે બાદ શહેરી વિસ્તારના મુખ્ય માગોઁ પર યાત્રા દરમિયાન સ્થાનિકોએ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને ફુલ તથા હારથી વધાવ્યા હતા આ કાયઁક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, રફીકભાઈ ચૌહાણ, ગાયત્રીબા રાણા કુળદિપસિંહ ઝાલા સહિત ધ્રાંગધ્રા શહેર ભાજપના સંગઠનો તથા ગ્રામ્ય સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution