લુખ્ખા તત્વો બેફામ  મધરાત્રે કોન્ટ્રાકટરના ઘર પર સોડા બોટલનો મારો
22, નવેમ્બર 2022

રાજકોટ, રાજકોટમાં ગુનાખોરીનો દિવસેને દિવસે વધતી જાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્રમાં અધિકારીઓના ઢગલા કરી દીધા છે આમ છતાં ગુનાખોરી બેફામ વકરી રહી છે. ગઈકાલે સાંજે સામાન્ય બાબતે થયેલી માથાકુટ સંદર્ભે પોલીસમાં અરજી કરતાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હતાં અને મોડીરાત્રીના કોન્ટ્રાકટરના ઘર ઉપર બેફામ સોડા બોટલના ઘા કરી ભારે નુકસાન કર્યુ હતું. મધરાત્રે ઓચિંતો હુમલો થતાં પરિવાર રૂમમાં પુરાઈ ગયો હતો અને મોડીરાત્રે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરંતુ હુમલાખોરો ભુર્ગભમાં ઉતરી ગયા હતાં. રૈયા ગામમાં સ્મશાનની સામે આવેલ ખોડિયારનગરમાં રહેતા રણજીતભાઈ પરમાર (ઉ.વ.૫૬) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ખોડીયારનગરમાં જ રહેતો નવાબ, અંકિત અને અખ્તર ઉર્ફે ભુરાનું નામ આપ્યું છે. ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિધાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution