ગીર સોમનાથ એક ડિસેમ્બરથી હવામાનમાં આવેલો પલટો અને બાદમાં દરિયાના કાંઠાના વિસ્તાપરોમાં ફુંકાયેલ તોફાની પવનમાં ગીર સોમનાથ જિલ્લા ના નવાબંદરમાં ભારે તારાજી સર્જાઇ હતી. આ તોફાની પવનમાં તા.૩૦ના રોજ દરિયામાં માછીમારી કરવા ગયેલા પાંચ માછીમારો સાથેની વેરાવળની ફાયબર બોટ (હોડી) લાપતા બની છે. આ અંગે બોટ એસો. દ્રારા ગઇકાલે તંત્રને જાણ કરાઇ હોવાથી કોસ્ટવગાર્ડ સહિતની એજન્સી)એ હેલીકોપ્ટારર અને શીપ દ્રારા દરીયામાં શોઘખોળ હાથ ધરી છે. જાેકે. દરિયામાં લાપતા ફાયબર બોટોનો ત્રણ દિવસ વિતવા છતાં પતો ન લાગતા માછીમારોના પરીવારો ચિંતિત બન્યા. છે.

એક ડિસેમ્બરે રાત્રિના ગીર સોમનાથના નવાબંદર સહિતના વિસ્તા રમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં નવાબંદરમાં ભારે ખાનાખારાબી સર્જતા અનેક બોટો અને માછીમારો લાપતા બનેલા હોવાથી શોધખોળ હજુ ચાલુ છે. પાંચ દિવસ પૂર્વે વેરાવળ બંદરમાંથી માછીમારી કરવા માટે દરિયામાં પાંચ માછીમારો સાથે ગયેલી ફાયબર બોટ (હોડી) લાપતા બની છે. આ અંગે પ્રાપ્તથ વિગતો મુજબ પાંચ દિવસ પૂર્વે તા.૩૦ના રોજ વેરાવળના જમનાબેન ચુનીલાલ વણીકની માલિકીની “સિધ્ધિ વિનાયક” નામની ઓબીએમ ફાયબર બોટમાં રાઘવ વેલજી ચોરવાડી, કાલીદાસ કરશન વણીક, મોહન હરજી ચોરવાડી, ચુનીલાલ ધનજી ભેંસલા, કાલીદાસ દેવજી કોટીયા નામના પાંચ માછીમારો સાથે માછીમારી કરવા માટે વેરાવળ બંદરેથી દરિયામાં ગઇ હતી. જે બોટ આજદીન સુઘી પરત ન આવતા લાપતા બની છે. જે અંગે સારગપુત્ર ફાઉન્ડેાશન ખારવા લોઘિ સમાજ સમાજ દ્રારા ગઇકાલે તંત્રને લેખિત જાણ કરવામાં આવતા કોસ્ટનગાર્ડએ શોઘખોળ શરૂ કરી છે.

આ અંગે સાગરપુત્ર ફાઉન્ડે શન બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, ફાયબર બોટમાં ત્રણેક દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરી શકે તેટલુ રાશન-પાણી હોય છે. જે મુજબ જ લાપતા બનેલી સિધ્ધિ વિનાયક ફાયબર બોટ ગત તા.૩૦ ના રોજ દરિયામાં ગયા બાદ તા.૩ સુધીમાં પરત આવી જવી જાેઇએ જે ન આવી હોવાથી તંત્રને જાણ કરી છે. બે દિવસ અગાઉ લાપતા થયેલી બોટનું છેલ્લુંય લોકેશન વેરાવળથી ચોરવાડની વચ્ચેેના દરીયામાં બતાવતુ હતુ. ત્યાારબાદ દરીયામાં ફુંકાયેલ ભારે તોફાની પવનમાં ફાયબર બોટ લાપતા બની હોઇ શકે છે. હાલ કોસ્ટાગાર્ડનું હેલીકોપ્ટસર અને શીપ ગઇકાલે બપોરથી શોધખોળ કરી રહ્યાં છે.