21, ડિસેમ્બર 2020
નવી દિલ્હી
બોલિવૂડના સિનિયર અભિનેતા મિથુન ચક્રવર્તીની તબિયત બગડી હોવાના સમાચારે બોલિવૂડમાં ટેન્શન પ્રવર્તાવી દીધું હતું.મિથુન મસુરીમાં કશ્મીર ફાઇલ્સ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી. એ પોતાના પગ પર ઊભા રહી શકતા નહોતા. માંડ માંડ તેમણે પોતાનો શોટ પૂરો કર્યો હતો.
એક અહેવાલ મુજબ મિથુનને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી છે. એક યુનિટ મેમ્બરે આપેલી માહિતી મુજબ શનિવારે રોજની જેમ મિથુન શોટ આપી રહ્યા હતા ત્યારે અચાનક એ સેટ પર ગબડી પડ્યા હતા. તેમની તબિયત બગડતાં તરત શૂટિંગ રોકી દેવાની ફરજ પડી હતી.
છેલ્લે મિથુન 2019માં તાશ્કંદ ફાઇલમાં દેખાયા હતા. સદ્ગત વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના રશિયાના તાશ્કંદમાં થયેલા મૃત્યુની વાત આ ફિલ્મમાં હતી. એ પહેલાં તેમણે ઉમેશ શુક્લની ઓહ્ માય ગૉડ (ઓએમજી) ફિલ્મ કરી હતી.