27, જાન્યુઆરી 2021
મુંબઈ-
સ્થાનિક શેરબજાર પર વૈશ્વિક શેરબજારોના રુખની ઘણેભાગે અસર જોવા મળતી હોય છે એ જોતાં તમારે ટ્રેડિંગ શરૂ થાય એ પહેલા તે દિવસની વૈશ્વિક શેરબજારની હાલત જાણવી જરૂરી હોય છે.
બુધવારે બજાર ખૂલતા પહેલાં વિશ્વભરના શેરબજારોમાં મિશ્ર સંકેત જોવા મળી રહ્યા છે. ડાઉજોન્સમાં 20થી વધારે અંકનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે એસજીએક્સ નિફ્ટીમાં 58 અંકનો વધારો જોવા મળ્યો છે. નાસ્ડેકમાં દસેક અંકનો ઘટાડો જોવા મળતાં તે 13626 અંકો પર કારોબાર કરી રહ્યો હતો જ્યારે એસએન્ડપી 500 નીચે જઈને 3849ની સપાટી પર બંધ થયો છે.
જો કે, એશિયાઈ શેરબજારોમાં સારી હાલત જોવાઈ છે. જાપાનનો નિક્કી 0.17 ટકા વધીને 28,596ના સ્તર પર રહ્યો છે, જ્યારે એસજીએક્સ નિફ્ટીમાં 58 અંકનો વધારો જોવાયો છે. હેંગસેંગમાં 0.33 ટકાનો ઘટાડો જ્યારે સ્ટેટ્સ ટાઈમ્સમાં 0.24 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોરીયાઈ અને તાઈવાનના બજારોમાં એકાદ ટકાથી નીચેની તેજી જોવાઈ છે જ્યારે શાંઘાઈના શેરબજારમાં 0.2 ટકાનો કડાકો જોવાયો છે. આમ, વૈશ્વિક બજારોમાં મિશ્ર સંકેત જોવાય છે.