વાંસદા. બીલીમોરા ઉનાઈ વઘઇ આહવા ડાંગ જેવા આદિવાસી વિસ્તારને જાેડતી નેરોગેજ ટ્રેન ને આજથી.૧૦૦, વર્ષ પૂર્વે ગાયકવાડ સરકારે નેરોગેજ લાઇનની શરૂઆત કરી હતી.જેમાં આદિવાસી વિસ્તારના લોકો શહેરી વિસ્તાર સાથે જાેડય માટે આ નેરોગેજ ટ્રેનને સયાજીરાવના સમયથી ચાલુ કરવામાં આવેલ સ્ટીમ એન્જીનથી ચાલતી આ બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન ને રેલવે તંત્ર દ્વારા બંધ કરવાનો કમભાગી ર્નિણય લેવાતા આદિવાસી વિસ્તારમાં દુખની લાગણી પ્રવર્તી છે.સાથે આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત અને આક્રોશની લાગણી ઉત્પન્ન થતાં ની સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરવાની માંગણી પ્રવર્તી છે.જે નેરોગેજ ટ્રેનને કારણે ગામો ધમધમતા હતા.આવા ગામોના આગેવાનીમાં આંદોલન કરવાનો મૂડ બનાવ્યો છે. કેમકે આદિવાસી વિસ્તારના લોકો માટે આશિર્વાદ સમાન આ ટ્રેનમાં નજીવું ભાડું વસુલવામાં આવે છે.બીલીમોરાથી વઘઇ દિવસમાં બે વાર દોડાવવામાં આવે છે. બીલીમોરાથી નીકળી ગણદેવી, ચીખલી,ધોળીકુવા, અનાવલ, ઉનાઇ, કેવડીરોડ, કાળાઆંબા, ડુંગરડા થઇ વઘઇ પહોંચે છે. વઘઇ પહોંચતા ટ્રેન ત્રણેક કલાકનો સમય લે છે. સાથે વઘઇ,ઉનાઈ અનાવલ, ધોળીકુવા રાનકુવા, ચીખલી, ગણદેવી. જેવા ગામોના બજાર વેપાર ધંધા માત્ર ને માત્ર આજ નેરોગેજ ટ્રેન પર ર્નિભર હતા. તા. ૧૫-૧૨-૨૦૨૦ના મંગળવાર ના દિવસે ઉનાઈ રેલવે સ્ટેશન પર ૧૦.૩૦ વાગે ભેગા થઈને ૧૧.થી.૨વાગ્યા સુધીના પ્રતીક ધરણા કરવામાં આવશે અને આવનારા દિવસોમાં રાનકુવા. ચીખલી. વઘઇ જેવા ગામોમાં પણ પ્રતીક ધારણા કરાશે.