અમદાવાદ-

રાજ્યની 6 મહાનગરપાલિકાની 21મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારીપત્રોની આજે ચકાસણી કરવામાં આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મમાં ભૂલો સામે આવવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે ઉમેદવારી ફોર્મ રદ થઈ રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ માં ટોક ઓફ ધ ટાઉન બનેલા ઇમરાન ખેડવાલા રાજીનામા પ્રકરણ માં ફરી પાછો વણાંક આવ્યો છે અને અમિત ચાવડા ને આપેલું રાજીનામા નો પરેશ ધનાણી એ અસ્વીકાર કર્યો છે. અમદાવાદ ના બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ અંગે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણીએ જણાવ્યું કે, ખેડાવાલાએ કાર્યકરોની લાગણીમાં આવી જઈને નારાજગી વ્યક્ત કરી છે. ખેડાવાલાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવે છે.