ગાંધીનગર ગુજરાતમાં કોરોનાના કારણે રોજેરોજ નવા કેસો અને મૃત્યુઆંકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જેના કારણે અનેક સ્મશાન ગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાંનો જથ્થો ખૂટી પડે છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને ઈમેઈલ દ્વારા પત્ર લખ્યો છે. જેમાં વન વિભાગ પાસે પડેલા જલાઉ લાકડાંના જથ્થાને નજીકના સ્મશાન ગૃહોમાં વ્યાજબી ભાવે આપવા રજૂઆત કરી છે. ગુજરાત રાજ્યમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે, જેના કારણે રાજ્યમાં સતત કોરોનાના નવા કેસો અને કોરોનાથી થતાં મૃત્યુઆંકમાં રોજેરોજ ધરખમ વધારો નોંધાય રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિવિધ સ્મશાનગૃહો મૃતદેહોથી ઉભરાઈ રહ્યા છે. એટલું જ નહી અનેક સ્મશાનોમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડાઓ પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ સંજાેગોમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવાને ઈમેલથી પત્ર પાઠવીને રાજ્યમાં જુદી જુદી જગ્યાએ પડેલા જલાઉ લાકડાનો જથ્થો સ્મશાન ગૃહોમાં ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે. કિરીટ પટેલે વધુમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારીમાં રાજ્યના વિવિધ સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાકડાં ખૂટી પડ્યા છે. જાે વન વિભાગ દ્વારા મોટા સ્મશાનોમાં આવા લાકડા વ્યાજબી ભાવે આપવામાં આવે તો મૃતદેહોના અંતિમ સંસ્કારમાં કોઈ તકલીફ ન પડે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, જીવનનો છેલ્લો મુકામ કહી શકાય એવા સ્મશાન ગૃહો આજે લાશોથી ઉભરાઇ રહ્યા છે. દુઃખની વાત છે કે ગુજરાતમાં લોકોએ આજે આ દિવસ જાેવાનો વારો આવ્યો છે. તેમણે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને વિનંતી પણ કરી છે કે, જલાઉ લાકડાનો જથ્થો નજીકના મોટા સ્મશાનગૃહોને વ્યાજબી ભાવે પૂરો પાડવામાં આવે છે.