દિલ્હી-

નાણામંત્રી દ્વારા બજેટની જોગવાઈઓની જે રીતે જાહેરાત કરાઈ છે એ જોતાં ટૂંક સમયમાં મોબાઈલ ફોનની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. તેની પાછળનું કારણ એ છે કે, મોબાઈલ ફોન કે તેને લગતા ઉપકરણો પરની ડ્યુટી જે ક્યારેક ઓછી હતી તેને વધારીને 2.5 ટકા કરી દેવાઈ છે. આ બોજ ડિલરો કે ડિસ્ટ્રીબ્યુટરો પર આવતાં આખરે ગ્રાહકો પર આવતાં મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે. તેની સામે સ્ટીલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવાઈ હોવાથી તે સામાનના ભાવો ઘટી શકે છે.