દિલ્હી-

દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેટલાય મોટા શહેરોમાં ઑક્સીજન ઓછું થવાની સમસ્યા ઊભી થઈ છે. રાજ્યો દ્વરા કેન્દ્ર સરકારથી માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે પીએમ મોદીએ હાઇલેવલ બેઠક કરીને સમીક્ષા કરી હતી.

વડાપ્રધાન મોદીના કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી કે દેશમાં પર્યાપ્ત મેડિકલ ગ્રેસ ઑક્સીજનની આપૂર્તિને સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં સ્વાસ્થ,  સ્ટલ, સડક પરિવહન જેવા મંત્રાલયો દવા ઈનપુટ આપવામાં આવ્યા જેમાં મંત્રાલયો અને રાજ્ય સરકારો વચ્ચે તાલમેલ કરવા પર ભાર આપવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકમાં કોરોના વાયરસથી પ્રભાવિત ૧૨ રાજ્યોમાં આગામી ૧૫ દિવસ સુધી ઑક્સીજનને સંબંધિત સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ ઑક્સીજનનું ઉત્પાદન વધારવા માટે સલાહ આપી છે તથા ઑક્સીજન લઈ જતાં ટેન્કરો આખા દેશમાં કોઈ પણ બાધા વગર જઈ શકે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે. પીએમ મોદીએ દરેક પ્લાન્ટમાં ઑક્સીજનની ક્ષમતાને વધારવા માટે આદેશ આપ્યા છે. સ્ટીલ પ્લાન્ટના ઑક્સીજનને મેડિકલ માટે આપવા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પીએમ મોદીને જાણકારી આપવામાં આવી હતી કે ઑક્સીજનના ટેન્કરને ૨૪ કલાક ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યા છે તથા ઑક્સીજનને સિલિન્ડરમાં ભરતા પ્લાન્ટને પણ ૨૪ કલાક ચાલુ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે.