દિલ્હી-

દિલ્હી વિધાનસભાનું ચોમાસુ સત્ર સમાપ્ત થઇ ગયુ છે. મોનસૂન સત્રના અંતિમ દિવસે વિધાનસભાએ કૃષિ કાયદાને રદ કરવાનો પ્રસ્તાવ પસાર કરી દીધો છે. આ પ્રસ્તાવ સત્તાધારી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે સદનના પટલ પર રાખ્યુ હતું. આપ ધારાસભ્ય જરનૈલ સિંહે કહ્યુ કે આઠ મહિનાથી ખેડૂત કૃષિ કાયદાના વિરોધમાં ધરણા પર બેઠા છે.

જરનૈલ સિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે આ દરમિયાન ૬૦૦થી વધારે ખેડૂતોના મોત થઇ ચુક્યા છે પરંતુ વડાપ્રધાને હજુ સુધી સંવેદના સુધી વ્યક્ત કરી નહતી. ખેડૂતોએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી છે. તમામ ખેડૂતો પાસેથી તેમની જમીન છીનવીને રાશનની દુકાન પર લાઇનમાં લગાવવાની યોજના છે, તેમણે કહ્યુ કે રાજ્યસભામાં આ બિલ કેવી રીતે પાસ કરવામાં આવ્યુ તે બધાએ જાેયુ છે. જરનૈલ સિંહે કહ્યુ કે આ સિસ્ટમ પર શરમ આવે છે જે પોતાના લોકો વિશે નથી વિચારતા. દેશની મહિલાઓએ પ્રથમ વખત જંતર મંતર પર સંસદ પણ લગાવી. આ સદન (દિલ્હી વિધાનસભા) આ વાતની ભલામણ કરે છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાત કરે.

વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા રામવીર સિંહ બિધૂડીએ સદનમાં ચર્ચા દરમિયાન કહ્યુ કે આ ત્રણ કૃષિ કાયદા પાસ કરવામાં આવ્યા તેમાંથી એક કાયદાનું અરવિંદ કેજરીવાલના નેતૃત્વ ધરાવતી દિલ્હી સરકારે પણ મંજૂરી આપી હતી. આ કાયદાથી કૃષિ ઉત્પાદન વધશે, ખેડૂતો સમૃદ્ધ થશે અને મંડીમાં પણ ઉત્પાદન વધશે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ કૃષિ ઉત્પાદન વધ્યુ છે. આવક ડબલ થઇ છે, તેમણે કહ્યુ કે મારી માંગ છે કે ગ્રામસભાની જમીન પર કોઇ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરીને વ્યાપાર ના કરો. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતાએ પીએમ મોદી તરફથી ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી યોજના ગણાવી હતી અને કહ્યુ કે તેમણે દિલ્હીમાં લાગુ કરવામાં આવે. ખેડૂતોને વિજળી મફત મળે અને કૃષિ ઉપકરણની ખરીદી પર ખેડૂતોને સબસિડી આપવામાં આવે. વિપક્ષના નેતાનો જવાબ આપતા મંત્રી સત્યેન્દ્ર જૈને સદનમાં કહ્યુ કે ખેડૂતો કહી રહ્યા છે કે આ કાયદો ના જાેઇએ. છતા પણ કેન્દ્ર સરકાર લાગુ કરી રહી છે.