મોરબી: જીકીયારી ગામે ડબલ મર્ડર, યુવાને તેની માતા અને બહેનની કરી હત્યા
09, નવેમ્બર 2020

મોરબી-

જિલ્લાના જીકીયારી નજીક ચકચાર મચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ પણ બંનેમાંથી કોઈએ સરોઈ નહીં બનાવતા ગુસ્સે થયેલા યુવાને માતા અને બહેનને ધારિયાના ઘા ઝીંક્યા હતા. ઘટનામાં યુવાનની માતા અને બહેન બંન્નેના મોત થયા છે. મોરબી જિલ્લાના જીકીયારી ગામે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ઘરમાં નજીવી બાબતે યુવાને તેની માતા અને બહેનની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાયો છે. યુવાનના પિતરાઈ ભાઈએ મોટાબા અને બહેનની હત્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે ડબલ મર્ડરના બનાવની નોંધ કરી છે. તેમજ આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ચકચાર મચાવનારા બનાવની વાત કરવામાં આવે તો, રાત્રીના સમયે રસોઈ બનાવવા મામલે માતા અને પુત્રી વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ યુવાને રસોઈ બનાવવાનું કહ્યા બાદ પણ માતા અને પુત્રી 2 માંથી કોઈ ટસની મસ ન થવાથી યુવક ગુસ્સે થયો હતો. યુવાનનો ગુસ્સો કાબુમાં ન રહેતા માતા અને બહેન પર ગળાના ભાગે ધારિયાના ઘા ઝીક્યા હતા. આથી માતા અને બહેન બંન્નેનું કરુણ મોત થયુ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution