મોરબી-

સૌરાષ્ટ્ર પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક નાના મોટા જળાશયોમાં નવુ નીર આવ્યું છે. મોરબીના જીવાદોરી સમાના મચ્છુ-2 ડેમ ઓવરફલો થઈ ગયો છે. ડેમમાં 69,552 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી એટલી જ જાવક ડેમના 14 દરવાજા 8 ફુટ સુધી ખોલીને કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રમાં બારે મેઘખાંગા થયા છે, બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. મોરબીના ટંકારામાં માત્ર બે કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફલો થયો છે. મચ્છ-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 69 હજાર 552 ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે ડેમમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. નદીના તટ પર ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. હેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોયો છે. મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.