આણંદ, તા.૨ 

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂત સંગઠન અને કોમોડિટી બજાર વિષય પર સેન્ટર ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટ ઇન્ટેલિજન્સ નાહેપ કાસ્ટ દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો.આર.સી.અગ્રવાલ (ડી.ડી.જી, એજ્યુકેશન અને નેશનલ ડિરેક્ટર-નાહેપ, આઇસીએઆર,ન્યુ દિલ્હી) તેમજ મુખ્ય અતિથિ ડો. અશોક દલવાઈ (સીઇઓ,નેશનલ રેનફેડ એરીયા ઓથોરિટી), સલાહકાર ડો.પ્રભાતકુમાર (નેશનલ કોર્ડિનેટર, નાહેપ-કાસ્ટ, આઇસીએઆર, ન્યુ દિલ્હી), ડો.વાય.સી.ઝાલા (પ્રિન્સિપાલ એન્ડ ડીન, આઈએબીએમઆઈ, એએયુ આણંદ) તેમજ કન્વીનર ડાૅ. આર.એસ.પુડિં૨(પ્રોફેસર એન્ડ પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર નાહે૫ કાસ્ટ, એએયુ) અને ડાૅ. ઋતંભરા સિંઘ (કો.પ્રોજેક્ટ ઇન્વેસ્ટિગેટર, નાહેપ કાસ્ટ એએયુ)ની અધ્યક્ષતામાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા પદે એસ.શિવકુમાર (ગ્રૂપ હેડ, એગ્રી એન્ડ આઇટી બિઝનેસ, આઇટીસી લિમિટેડ, મુંબઈ), ડો.સુખપાલસિંઘ (પ્રોફેસર, આઈઆઈએમ, અમદાવાદ) ડો. જી.વી.રામનજાણેયેલ (એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર, સેન્ટર ફોર સસ્ટેનેબલ એગ્રિકલ્ચર, સિકંદરાબાદ) ડાૅ. વી.શૂનમૂગમ(કોમોડિટી માર્કેટ એક્સપર્ટ, ફોર્મર હેડ, રિસર્ચ એન્ડ ઇન્ડેક્સ એડિ્‌મનિસ્ટ્રેશન- એમસીએક્સ, મુંબઈ) જી. ચંદ્રશેખર(ઇકોનોમિસ્ટ, સિનિયર જર્નાલિસ્ટ એન્ડ પોલિસી કોમેનટેટર, એગ્રીબિઝનેશ એન્ડ કોમોડીટી માર્કેટ, સ્પેશિયાલિસ્ટ,મુંબઈ) ડો. એન.પી. સિંઘ(પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ, આઈસીએઆર-એનઆઈએપી, ન્યુ દિલ્હી) ડો. કુશંકુર ડેય (આસિસ્ટન્ટ પ્રોફેસર, આઈઆઈએમ, લખનઉ) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય વક્તાઓએ ખેડૂત સંગઠન અને કોમોડિટી બજારના વિવિધ પાસાઓ પર પરિચય આપ્યો હતો. આ સંદર્ભમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આજની બજાર વ્યવસ્થામાં ખેડૂતોને મહતમ ભાવ અને નવી ટેક્નોલોજી માટે ખેડૂત સંગઠન મહત્વનો ભાગ ભજવે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે વધુમાં વધુ ખેડૂત સંગઠનો બનાવવા જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ. તેમજ અનુસ્નાતક વિદ્યાર્થી, કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ધ્વારા વધુ સંશોધન કરવાની જરૂર છે જેના ધ્વારા ખેડૂતોના આવક સ્ત્રોત વધારો કરી શકાય છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ વેબિનારમાં રાજ્યના તેમજ રાષ્ટ્રિય સ્તરના કૃષિ નિષ્ણાંતો, પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.