જૂનાગઢ ગરવા ગિરનારની ૩૬ કિમીની લીલી પરિક્રમાને કમોસમી વરસાદનું વિધ્ન નડ્યું છે. અચાનક વાતાવરણમાં પલટા સાથે શનિવારની રાત્રિના ૩ઃ૩૦ વાગ્યાથી માવઠું વરસી પડતા પરિક્રમાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાસ કરીને પરિક્રમાનો માર્ગ ધૂળીયો છે.માવઠું થતા ધૂળીયા માર્ગ ગારો, કિચડ વાળા બની ગયા છે. જેના કારણે સેંકડો પરિક્રમાર્થીઓને ૧૫ કિમી સુધી ગારો, કિચડ અને લપસણા માર્ગ પરથી ભારે સાવચેતી પૂર્વક પસાર થવું પડ્યું હતું. અનેક પરિક્રમાર્થીઓએ નીચે પાથરવા લાવેલ પ્લાસ્ટિક- તાલપત્રીનો ઉપયોગ વરસાદથી બચવા માટે કરવો પડ્યો હતો. પ્લાસ્ટિક માથે ઓઢીને વરસાદથી બચવા પ્રયાસ કર્યો હતો. વરસાદના કારણે સેંકડો પરિક્રમાર્થીઓ પલળી જતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેજ ગતિથી ફૂકાતો પવન, વિજળીના ચમકારા અને કડાકાને ભડાકાથી જંગલમાં બિહામણા દ્રશ્યો સર્જાયા હતા. હજુ પણ વરસાદ વરસી પડેતો મુશ્કેલીમાં ભારે વધારો થવાની દહેશતના કારણે અનેક પરિક્રમાર્થીઓને વ્હેલી પરિક્રમા પૂર્ણ કરી લેવાની ફરજ પડી હતી.બીજી તરફ જંગલમાં પડેલા વરસાદના કારણે ૪૦ થી વધુ અન્નક્ષેત્રોના સેવાર્થીઓને પણ બપોર બાદ ભોજન સેવા આટોપી લેવાની ફરજ પડી હતી.આમ, કમોસમી વરસાદ પડતા લીલી પરિક્રમાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાેકે, અનેક યુવા પરિક્રમાર્થીઓએ વરસાદની મજા માણી હતી અને વરસતા વરસાદે પણ પરિક્રમા ચાલુ રાખી હતી.દરમિયાન આરએફઓ અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, લીલી પરિક્રમા કરવા અત્યાર સુધીમાં ૧૩,૨૩,૦૦૦થી વધુ ભાવિકોએ જંગલમાં પ્રવેશ કરી લીધો છે. આમાંથી ૧૨,૪૮,૦૦૦થી વધુએ લીલી પરિક્રમા પૂર્ણ કરી લીધી છે અને વતન ભણી રવાના પણ થઇ ગયા છે.જાેકે, હજુ પણ અનેક ભાવિકો પરિક્રમાના રૂટ પર છે. અત્યારે માવઠાથી ખેડૂતોને ખુબ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે. જેમાં હાલ કપાસમાં જીંડવા ફાટેલા છે, તેમાં કપાસીયા ઉગી જશે જેથી રૂની કવોલીટી બગડી જશે. તો જ્યાં છેલ્લાં ૩ દિવસમાં ઘઉં,જીરૂ,ધાણાનું વાવેતર કરેલ હશે તે દબડાઈ જશે અને ઉગાવો ઓછો આવશે. તો વળી જ્યાં ચણા ઉગીને ૨૫ દિવસના થઈ ગયા હશે તેનો કુદરતી ખાર ધોવાઈ જવાથી ઉત્પાદન ઘટશે. જ્યારે ઉગી ગયેલા જીરૂ અને ધાણાના પાકમાં ભેજ વધવાથી ફુગનો રોગ વધવાની શક્યતા છે.તો વળી તુવેરના પાકમાં હાલ ફલાવરીંગ ખરી જવાથી ઉત્પાદન ઘટશે. ડુંગળી અને લસણને કોઈ નુકસાની થશે નહી. તો અમુક વિસ્તાર ખાસ કરીને બારાડી અને બરડા વિસ્તારમાં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલુ હોય પશુનો ચારો અને મગફળી પલળી ગઈ છે.આ માવઠું જતું રહે કે તુરત જ જીરૂ, ધાણા જેવા પાકમાં ફુગના રોગ ન લાગે તે માટે ડાયથેન એમ ૪૫ કે સાફ જેવી ફુગનાશક સાથે પ્રાયમસી આલ્ફાનો છંટકાવ કરવાથી પાકને બચાવી શકાય છે.

પરિક્રમામાં મહિલા, યુવાન સહિત ૪ ભાવિકનાં મૃત્યુ

લીલી પરિક્રમા કરવા આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામના મારખીભાઈ હમીરભાઈ ગોજીયા ઉ. વ. ૫૪ની તબિયત ભવનાથ ખાતે બગડતા સિવિલમાં માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો. રાજકોટના મહેન્દ્રભાઈ જીવનભાઈ સરવૈયા માળવેલાની પથ્થરવાળી ઘોડી ચડતી વખતે પગે ઠેસ લાગતા તેઓ પડી જતા ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. જામનગર જિલ્લાના સિક્કાનાં મુક્તાબેન અર્જુનભાઈ વાઘેલા ઉ. વ. ૩૮ નામના મહિલા પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવ્યાં હતા અને બોરદેવી જંગલ વિસ્તારમાં અચાનક મુક્તાબેન અચાનક ઢળી ગયા હતા. આથી તેમને બેભાન હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મુંબઈનો યુવાન સાયકલ લઈ જૂનાગઢ પહોંચ્યો

મુંબઈમાં રહેતો અને બાયો મેડિકલ ટેકનિશિયન તરીકે કામ કરતો સિદ્ધેશ શિલર નામનો યુવન મુંબઈથી સાયકલ યાત્રા કરી પહોંચ્યો ગિરનાર પરિક્રમા કરવા જુનાગઢ.આ યુવાને   સાયકલિંગના વિડિયો જાેયું ને ઘેલું લાગ્યું સાયકલિંગ કરી જુનાગઢ પરિક્રમા કરવાનું વિચાર્યું હતું. મુંબઈના યુવાન સિદ્ધેશ શિલરે રે જણાવ્યું હતું કે મેં   સાયકલિંગ ના વિડીયો જાેવાનું શરૂ કર્યું. અને મને પણ આ સાયકલિંગ કરવાની ઈચ્છા જાગૃત થઈ હતી. ત્યારે મેં નક્કી ન કર્યું હતું કે હું ગિરનાર આવીશ. પણ હું જે મુંબઈની હોસ્પિટલમાં કામ કરું છું ત્યાં મારી સાથે કામ કરનાર લોકો ઘણીવાર ગિરનાર આવે છે. અને તેમને મને ગિરનારની ઘણી વાતો કરી અને મને પણ ગિરનાર પરિક્રમામાં આવવાની ઈચ્છા થઈ.