દિલ્હી-

બર્ડ ફ્લૂના સંકટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા 15 દિવસમાં 1,200 થી વધુ પક્ષીઓનાં મોત થયાની નોંધાઈ છે. દિલ્હી સરકારના વિકાસ વિભાગના પશુપાલન એકમના ડિરેક્ટર ડો.રાકેશસિંહે બુધવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પાટનગરમાં વિવિધ સ્થળોએથી એકત્રિત પક્ષીઓના 201 નમૂનાઓમાંથી અત્યાર સુધી 24 લોકોએ બર્ડ ફ્લૂના ચેપની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, "6 જાન્યુઆરીથી દિલ્હીમાં કુલ 1,216 પક્ષીઓનાં મોત થયાની નોંધાઈ છે, પરંતુ તમામ મૃત્યુનું કારણ બર્ડ ફ્લૂ નથી પરંતું કડકડતી ઠંડી પણ તેના મૃત્યુનું એક કારણ છે.

લાલ કિલ્લામાં મૃત કાગડાઓનાં નમૂનામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા પછી વહીવટી તંત્રે ગુરુવારથી 26 જાન્યુઆરી સુધી મુલાકાતીઓ માટે પરિસર બંધ કરી દીધો હતો. 10 જાન્યુઆરીએ કિલ્લાના પરિસરમાં લગભગ 15 કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સિંહે કહ્યું, 'થોડા દિવસો પહેલા દિલ્હી ઝૂમાં ચાર સ્ટોર્ક પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સોમવારે એકત્રિત થયેલ 12 નમૂનાઓ ભારતીય કૃષિ સંશોધન પરિષદની ઉચ્ચ સુરક્ષા પશુ રોગોની રાષ્ટ્રીય સંસ્થાને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ સાથે જ શનિવારે દિલ્હી પ્રાણી સંગ્રહાલયના મૃત ઘુવડના નમૂનાઓની તપાસમાં પણ બર્ડ ફ્લૂથી પીડિત હોવાનું પુષ્ટિ મળી છે. બર્ડ ફ્લૂને પગલે દિલ્હી સરકારે શહેરની બહારથી પ્રોસેસ્ડ અને ભરેલા ચિકનના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને પૂર્વ દિલ્હીની ગાઝીપુર મુર્ગા મંડી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, ગાજીપુરથી લેવામાં આવેલા તમામ 100 નમૂનાઓના પરીક્ષણ અહેવાલ નકારાત્મક આવ્યા બાદ ગુરુવારે બજાર ફરી ખુલ્યું હતું. 11 જાન્યુઆરીએ સંજય તળાવમાં આશરે 400 બતક માર્યા ગયા હતા.