ગુજરાત ભાજપના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી સહિત 15થી વધુ લોકો જુગાર રમતા ઝડપાયા
01, જુલાઈ 2021

પંચમહાલ-

પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા રિસોર્ટમાં LCBએ અચાનક રેડ કરતા 15થી વધુ નબીરોઓને જુગટું રમતા રંગેહાથ ઝડપી લીધા છે. જેમાં 1 ધારાસભ્ય પણ હોવાનું સામે આવ્યું છે. પંચમહાલના શિવરાજપુર નજીક આવેલા ઝીમીરા રિસોર્ટમાં LCBએ દરોડા પાડતા જુગાર રમતા 15 લોકોને રંગેહાથ ઝડપી લીધા છે. આ લોકો પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ પોલીસે હાથ ધર્યો છે. નડિયાદ જિલ્લાના માતર બેઠકથી ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા છે. હાલોલના શિવરાજપુર નજીક આવેલ જીમીરાં રિસોર્ટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને પુછપરછ ચલાવવામાં આવી રહી છે. ભાજપનાં ધારાસભ્ય કેશરી સિંહ સોલંકી પણ જુગાર રમતા ઝડપાયા છે. કેશરી સિંહ ખેડાની માતરના ધારાસભ્ય છે. હાલ તો તેમની અટકાયત કરીને પુછપરછ ચાલી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution