ઈટવાથી અમદાવાદ આવી રહેલી બસ પલટી: 2ના મોત, 20થી વધુ ઘાયલ
23, ઓગ્સ્ટ 2020

મધ્યપ્રદે-

ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના ઈટાવાથી અમદાવાદ જઈ રહેલી બસમાં ક્ષમતાથી વધુ પ્રવાસીઓ સવાર હતા. આ બસ અંદાજે વહેલી સવારે 3:00 વાગ્યાની આસપાસ ઉજ્જૈનના કાયથા પહોંચતા પલટી મારી ગઈ હતી. વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી પ્રવાસી ભરેલી બસે પલટી મારી હતી. ઉત્તર પ્રદેશના ઈટાવાથી ગુજરાત જઈ રહેલી પ્રવાસી ભરેલી બસ પલટી મારી ગઈ હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. તેમજ ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution