મલેશિયા

મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ટ્રેન અકસ્માતની મોટી દુર્ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, સોમવારે એક સુરંગમાં બે મેટ્રો લાઈટ રેલ ટ્રેનો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 200થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, 74થી વધારે લોકોની હાલત અત્યંત ગંભીર છે.

આ ઘટનાને લઈને મલેશિયાના પરવિહન મંત્રી વી કા સિઓંગે જાણકારી આપી હતી કે, સ્થાનિક સમય અનુસાર સોમવારે રાતે લગભગ સાડા આઠ વાગ્યે આ ઘટના થઈ હતી. પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે, કે, 213 મુસાફરોને લઈ જતી મેટ્રો ટ્રેન દુનિયાના સૌથી ઉંચા ટ્વિન ટાવરમાંના એક એવા પેટ્રોનાસ ટાવર્સની પાસ સુરંગમાં એક ખાલી પડેલી ટ્રેન સાથે અડથાઈ ગઈ હતી.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પરિવહન મંત્રીએ જણાવ્યુ હતું કે, આ દુર્ઘટનામાં 166 લોકોનો હલ્કી ઈજા થઈ છે. જ્યારે 47 જણા ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે જણાવ્યુ હતુ કે, ખાલી ટ્રેનનું નીરિક્ષણ ચાલી રહ્યુ છે. એલઆરટીના ઈતિહાસમાં 23 વર્ષમાં આ પહેલી ઘટના છે. આ અથડામણ બાદ તપાસ માટે એક વિશેષ કમિટી પણ બનાવી છે.