નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર પાસેથી ૫ કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કત મળી
18, એપ્રીલ 2021

ગોધરા

પંચમહાલ જીલ્લા પંચાયત હસ્તક ના માર્ગ અને મકાન વિભાગમાં સુપરવાઈઝર બાદ નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ગોધરા દેવગઢબારીઆ,લીમખેડા અને મોરવા(હ) ખાતે જેતે સમયે ફરજ બજાવતા અને સીંધી સમાજના ચુની પારૂમલ ધારસીયાણીએ પોતાની ફરજકાળ દરમ્યાન ભ્રષ્ટાચાર આચરી અધધ અપ્રમાણસર મિલ્કતો વસાવી હોવાની અને તેનાથી અધધ રોકાણ કર્યા હોવાની ફરીયાદો ગાંધીનગર સ્થિત એન્ટી કરપ્શન બ્યુરોને મળતા ચુની ધારસીયાણી સામે ૨૦૧૩ થી એસીબીની તપાસ ચાલતી હતી જેની તપાસ ખાતાકીય રાહે અંદર ખાનગી ચાલ્યા બાદ અને “ધનજીમામા”ગૃપ પર તા.૨/૭/૨૦૧૨ ના રોજ આવકવેરા ના સર્ચ ઓપરેશન દરમ્યાન પણ દોષપાત્ર દસ્તાવેજાે મળી આવતા ચુની ધારસીયાણી પણ તેઓની પત્ની ધનવંતીબેન તથા તેમના આશ્રીતોના નામે કરેલા રોકાણની વિગતો એસીબી ના રડારમાં આવતા ખુદ એસીબી પણ ચુની ધારસીયાણીએ તેમની કુલ આવક ચાર કરોડ એકાણુ લાખ અઠ્ઠાણુ હજાર પાંચસો છબ્બીસ (૪,૯૧,૯૮,૫૨૬) ની સામે દસ કરોડ ઓગણચાલીસ લાખ છોત્તેર હજાર બસો છન્નુ રૂપિયા મળી આવતા ચુની ધારસીયાણીએ ગોધરા, ટુવા,છબનપુર,ગોવિંદી,વાવડીબુઝર્ગ અને હાલોલ ના વડાતળાવ ખાતે મળી રૂપિયા પાંચ કરોડ સુડતાવીસ લાખ છોત્તેર હજાર સાતસો સીત્તેર (૫,૪૭,૭૬,૭૭૦) રૂપિયા જેટલી અપ્રમાણસર મિલ્કતો મળી આવતા અંતે ગોધરા સ્થિત એન્ટી કરપ્શન બ્યૂરો ના પોલીસ ઈન્સ્પેક્ટરે જામનગર થી નિવૃત્ત થયેલા નાયબ કાર્યપાલક ઈજનેર ચુની પારૂમલ ધારસીયાણી સામે ગુનો દાખલ કરાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution